________________ 216 આપવી જોઈએ. તે સર્વના આગ્રહથી કૃષ્ણ વિચાર્યું કે, આ કુમારને શું આપું ? તે સર્વ કર્મને યોગ્ય છે. છેવટે નિશ્ચય કરી કૃષ્ણ એક માસ સુધી શાંબને પોતાનું રાજ્ય આપ્યું. શબે પિતાની આજ્ઞા માન્ય કરી. બીજે દિવસે સર્વ રાજાઓની સમક્ષ શાંબકુમાર સિંહાસન ઉપર આવીને બેઠે. બલદેવ, મદન, ભા , સુભાનું, પાંડવો, અને બીજા રાજાઓએ આવી શબને પ્રણામ કર્યા. શાંબ દ્વારકાના અધિપતિ - ચો. એક સાથે ઉછરેલા મિત્રોની સાથે શાંબ ઈદ્રિયોના દુર્લભ એવાં સુખને ભેગવવા લાગ્યો, શાબકુમારની મનોવૃત્તિ વિષય વિકારમાં વૃદ્ધિ પામી, બળાત્કારે કુલીન સ્ત્રીઓના શીલનું ખંડન કરવા પ્રવર્તે, વ્યભિચારી શક મિત્રોનું મંડળ તેની આ સપાસ ભેગું થયું, રાત્રે પોતાના બાતમીદારને મેકલી સ્વરૂપવતી સુંદરીઓના ઘરમાં પેસવા લાગે, તેથી દ્વારકાના લેકે અત્યંત દુઃખી થવા લાગ્યાં. આથી બીજું શું દુઃખ હોય ? શાબનો જુલમ જોઈ, બધા લોકો એકઠા થઇ, કૃષ્ણવાસદેવની પાસે ફરીયાદ કરવાને આવ્યા. તેઓ બોલ્યા- નાથ ! તમારે શબકુમાર જુલમ કરે છે. તે બળાત્કારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust