________________ વડે પ્રસન્નતા બતાવતા તેની પાસે આવ્યા.' પછી મદનને ઘાત કરવાની ઈચ્છાવાળા તે બંધુઓ તેને ફરીથી દેવતાથી રક્ષિત અને ભયંકર એવી એક વાપિકા પાસે લઈ ગયા. તેની દૂર ઉભો રહી, વજમુખ બેલ્યો- જે પુરૂષ નિઃશંક થઈ આ વારિકામાં સ્નાન કરે, તે રૂપસંપન્ન અને જગતને પતિ થાય. વજદંષ્ટ્રનું આ વચન સાંભળી મદન તેની રજા મેળવી, વાપિકામાં સ્નાન કરવા પડે. ગજેંદ્રની જેમ નિઃશંકપણે તે વાપિકાના જળમાં ઘુમવા લાગ્યા, અને પિતાની બળવાન ભુજાઓથી જળને ઉછાળવા લાગ્યા. તે વનિ સાંભળી વાપિકાને દેવતા કેધ કરી, મદન ઉપર ચડી આવ્યો. તેણે મદનને કહ્યું, અરે દુષ્ટ માનવ ! પવિત્ર જળથી પૂર્ણ અને કમળથી સુશોભિત એવી આ દેવેંદ્રની વાપિકા છે, તેને મનુષ્ય એવા તે ચરણ તથા ભુજના આઘાતથી અપવિત્ર કેમ કરી ? હે પાપી, આ અન્યાય વૃક્ષનું ફળ ભેગવી લે. દુરાચારી એવા તને યમ દ્વારમાં મોકલું છું. તેનાં એવાં વચન સાંભળી મદનને કેધ ચડે. તેણે ગર્જના કરી કહ્યું, અરે સુરાધમ ! વૃથા બકવાદ શું કરે છે? શક્તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust