________________ 186 પિતાની સાથે આવી ચેષ્ટા કરવી છોડી દે. નારદજીનાં વચન સાંભળી કૃષ્ણ અતિ પ્રસન્ન થઈ ગયા. મલ્લ યુદ્ધની ચેષ્ટા મુકી, નેહથી મદનની સામે આ વ્યા. પુત્રના આગમનના હર્ષથી અને બલદેવના નાશથી શીઘ્ર અને મંદ ગતિએ ચાલતા કૃષ્ણ મદનની સન્મુખ આવ્યા. કૃષ્ણ આનંદથી જણાવ્યું કે, વત્સ ! અહીં આવ, અને ગાઢ આલિંગન આપી મને સુખ આપ. પિતાનાં આવાં વચન મદનના કણમાં સુધા સિંચનરૂપ થયાં, તેથી તે ઘણો હર્ષ પામ્યો. મનને પ્રસન્ન કરી, સત્વર પિતાને વેષ દૂર કર્યો. વિનયથી આવી કૃષ્ણના ચરણ કમળમાં મસ્તક નમાવ્યું. કૃષ્ણ સ્નેહથી બે બહુ વડે પુત્રને બેઠે કર્યો. અતિ હર્ષથી આલિંગન કરી, ક્ષણ વાર કૃષ્ણ નેત્ર મીંચીને સ્થિર રહ્યા. બંનેના શરીરમાં પુલકાવળી વળી ગઈ. હૃદયની અંદર હર્ષ વ્યાપ્ત થઈ ગયો. જાણે સંમિલિત થયા હોય, તેમ નિશ્ચળ થઈ ગયા. તેમને એવી સ્થિતિમાં ચિરકાળ રહેલા જે, નારદજી પ્રસન્ન ચિત્ત બોલ્યા- વીરે ! કેમ અદ્યાપિ ઉભા છે ? દ્વારકામાં પ્રવેશ કેમ કરતા નથી ? લેક તમને જેવાને ઉત્સુક થઈ રહ્યાં છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust