________________ 179 યથી યાદવ સૈન્ય આગળ ધસી આવ્યું, અને મદનના સૈન્યમાં ભંગાણ પડ્યું. કૃષ્ણ પ્રેરેલા બલભદ્ર તથા પાંડવ વિગેરે મહા સુભટોએ તુમુલ યુદ્ધ કરવા માંડ્યું. મદનના સુભટોની સાથે યાદવે યુધ્ધ કરવા મંડયા, પિતા પોતાનાં નામ અને ચિન્હોથી સુ ઓળખાતા હતા. હાથીઓના નાદથી, અને ના હેષાવથી, વાજિંત્રોના શબ્દોથી, ધનુષના ટંકારવથી, સુભટોના સિંહ નાદથી, અને શાના : આઘાતથી રણભૂમિ ગાજી ઉઠી. અર્ધ ચંદ્રાકાર બાણ વડે. છત્રના દંડ છેદવાથી તે છત્રો આકાશમાં ભમતાં હતાં. જાણે યુધનો આરંભ જેવાને ચંદ્ર બિંબ આવ્યા હોય, તેવા તે દેખાતા હતા. એક સુભટે બીજા સુભટને કહ્યું કે, બંધુ ! વૃથા શંકા કર નહીં. ગાઢપણે પ્રહાર કરજે, ભય રાખીશ નહીં. કઈ વીર કહે, ભાઈ ! જરા વાર રેકા. હું મારા કેશ બાંધી, વસ્ત્રનો કટિબંધ કરી. પછી યુધ્ધ કરીશ. કોઈ સુભટ કહે, વીર ! મારૂ વચન સાંભળ. મેં અન્ય શાસ્ત્રમાં સાંભળ્યું છે કે, યુધ્ધમાં મરનારને સ્વર્ગ મળે છે. મેક્ષ તે કદિ પણ મળતું નથી. કે સુભટે બીજાને કહ્યું, ભાઈ ! કીર્તિ શા કામની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust