________________ 133 ગમન, દાસીનું દાન અને અપેય વેરતુનું પાન હૈછે, તે ધર્મ કેમ ગણાય? આવાં વિપરીત વચને જેમાં કહેલાં હોય, તે વેદ પણ કેમ પ્રમાણે મને નાય ? મદનના આવા પ્રશ્ન સાંભળતાંજ તે બ્રાહ્મણે કેપ કરી તેને મારવાને ચડી આવ્યા “વેદ અને સ્મૃતિથી વિમુખ વિષની નિંદા કરનાર અને દુષ્ટ એવા આ પાપીને મારી નાખે, તેમાં જરા પણ દોષ નહીં લાગે. " આ પ્રમાણે કહેતા અને દાઢીઓ કંપાવતા બ્રાહ્મણો મદનને મારવા આવ્યા, એટલે મદને પિતાની વિદ્યા તેમના ઉપર મુકી. વિદ્યાના પ્રભાવથી તેઓ પરસ્પર કોપથી એક બીજાને મારવા લાગ્યા. પોતાની મુષ્ટિએના ઘાતથી મસ્તકને કુટવા લાગ્યા, પસીનાવાળાં તેમનાં શરીર પૃથ્વી ઉપર તરફડવા લાગ્યાં, કેઈ પૃથ્વી ઉપર પડતાં, કે ઍલિત થતાં, કેઈ કેપ કરી ચાલતાં અને કઈ પરસ્પર અથડાતાં હતાં. મુષ્ટિનીઘાતથી તેમનાં શરીર રૂધિરવાળાં થઈ ગયાં, તેઓ પિકાર કરી રૂદન કરતા હતા, અને યુદ્ધ કરતા હતા. તેઓ વિલખા થઈ યુદ્ધ કરી કરી મૂછ પામી, પૃથ્વી ઉપર પડી ગયા, આ કેતુક જોઈ, સત્યભામાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust