________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર (37) એવામાં એક વખતે જૈન ધર્મમાં તત્પર બનેલ રાજા કુમારપાલને બંને રીતે બલ (બળ તથા સૈન્ય) હીન જાણીને કેટલાક બાતમીદાર સેવકોએ એ વાત કલ્યાણકટકના અધિપતિ રાજાને નિવેદન કરી, જેથી તે મોટું લશ્કર લઈને તેની સામે આવ્યો. એ સમાચાર પોતાના ખાનગી પુરૂષ પાસેથી જાણવામાં આવતાં કુમારપાલને ચિંતા થવાથી તેણે ગુરૂ મહારાજને વિનંતિ કરી કે–“હે ભગવદ્ ! જૈન છતાં એ રાજાથી જે મારે પરાભવ થાય, તે જિનશાસનનો લઘુતા થવાની.” ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે—“હે નરેંદ્ર! શાસનદેવી તારૂં રક્ષણ કરશે, અને તે લગ્ન ( મુહૂર્ત) સાતમે દિવસે છે, તે તારા જાણવામાં આવશે.” એમ ચમત્કારી વચન સાંભળીને રાજા પિતાના સ્થાને ગયો. અહીં રાત્રે ગુરૂ મહારાજે વિધિપૂર્વક સૂરિમંત્રનો જાપ કર્યો. એટલે તેને અધિષ્ઠાયક દેવ સાક્ષાત આવ્યો, અને તેણે જણાવ્યું કે કુમારપાલના ભાગ્યથી તેના શત્રુને ઉદ્યમ નષ્ટ થયે છે. એવામાં સાતમે દિવસે ચર પુરૂષોએ રાજાને શત્રુના મરણના સમાચાર આપ્યા જે સાંભળતાં રાજા બોલી ઉઠયા કે –“અહો ! મારા ગુરૂનું જેવું જ્ઞાન છે, તેવું બીજે ક્યાં પણ નહિ હોય.' હવે એકદા બુદ્ધિના નિધાનરૂપ શાસ્ત્રને વિસ્તાર કરવા પૂર્વની રીતિ પ્રમાણે પોતાના ગુરૂના ગ્રંથને સમૂહ લખાવતાં જતુઓ અને દાવાનળના ઉપદ્રવથી તાડપત્ર ખુટી પડ્યા, અને દેશાંતરથી મંગાવેલ આવ્યા નહિ, જેથી રાજાને ભારે ચિંતા થઈ પડી. તે ચિંતવવા લાગ્યો કે–અહા ! મારા ગુરૂ ગ્રંથ બનાવવામાં જેટલી શક્તિ ધરાવે છે, તેને સંપૂર્ણ લખાવવાની પણ મારી શક્તિ નથી, તેથી મારા પૂર્વજોને આજે લજજા પમાડવાને વખત આવ્યા.' એમ ધારી ઉધાનમાં જતાં તાલવૃક્ષોની ઘટામાં બેસી, તેનું સુગંધિ દ્રવ્ય અને પૂષ્પોથી પૂજન કરીને રાજાએ જણાવ્યું કે–“જ્ઞાનવડે ઉપકાર કરવાથી તે વનરાજ ! તું પૂજનીય છે, સુંદર પત્રને લીધે તું સવે દર્શનીઓના શાસ્ત્રના આધારભૂત છે. પુસ્તકને કાયમ રાખવા માટે જે મારું ભાગ્ય જાગતું હોય, તો આ બધા તાલવૃક્ષો નવ પલ્લવિત થઈ જાઓ.” એમ કહી માણિકયથી મઢેલ સુવર્ણનું પોતાનું કંઠાભરણ, નિઃશંક થઈને રાજાએ વૃક્ષના કંધપર સ્થાપન કર્યું. પછી પોતે પોતાના રાજભવનના ઉપલા ભાગ પર બેસી ગયો. પછી પ્રભાત થતાં ઉદ્યાનપાલકએ પ્રમોદપૂર્વક રાજાને વધામણી આપી કે –“હે સ્વામિન્ ! અગ્નિથી દગ્ધ થયેલા વૃક્ષો બધા ઉદ્યાનમાં નવ પત્રયુક્ત બની ગયા છે, માટે હવે ઈચ્છાનુસાર લેખક પાસે શાસ્ત્રો લખાવો.” આથી પ્રસન્ન થતાં નિર્દોષ એવા રાજાએ તેમને વસ્ત્રાભરણાદિ એટલું ઈનામ આપ્યું કે તેમની ગરીબાઈ દૂર થઈ ગઈ. પછી રાજાના યશની સાથે જાણે ભાગ્યને સમૂહ બન્યો હોય, તેમ પુસ્તકનું લખાણ ચાલવા માંડયું. પોતાના અંત:પુર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust