________________ શ્રી હેમચંદ્રસુરિચરિત્ર. ( 325) . વણિકના વિવાદમાં દિવસ પુરે થયે. પછી રાત્રે સ્પદ યક્ષે સાક્ષાત્ આવીને વણિ કને કહ્યું કે –“તે યુગદીશ પ્રભુની કરેલ એક રૂપીયાની પૂજાથી હું સંતુષ્ટ થયા અને તેથી મેં તને એ ધન બતાવ્યું, માટે તું તેને ઈચ્છાનુસાર વ્યય કરજે. બહુ દાન આપતાં કે ભેગ ભેગવતાં પણ એ કદાપિ ક્ષીણ થનાર નથી, તેમજ બીજા કોઈને આધીન પણ એ થવાનું નથી માટે બીજો વિચાર કરીશ નહિ. આ સંબંધમાં એ નિશાની છે કે તારી પત્ની બહુજ કટુ વચન બોલનારી હતી તે અકસ્માત મીઠા બેલી બની ગઈ તેમજ ભકિતથી નમ્ર થઈ ગઈ, એજ નિશાની સમજી લે.” એ પ્રમાણે સાક્ષાત્ જોઈને પ્રભાતે તે વણિકે ભારે ભાવનાપૂર્વક સુવર્ણ, રત્ન અને પુષ્પા દિકથી શ્રી આદિનાથ ભગવંતની પૂજા કરી, તેમજ શ્રીપદ યક્ષનું પૂજન કરીને તે પોતાના ઘરે આવ્યો અને પુણ્ય કાર્યોથી પોતાના જન્મને પવિત્ર કરવા લાગ્યું. એવામાં શ્રીમાન વાડ્મટ મંત્રીએ પણ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેમજ અત્યંત ભકિતથી દેવકુલિકા સહિત એ પ્રાસાદમાં ધનને વ્યય કરતાં તેણે લેશ પણ દરકાર ન કરી. પછી વિક્રમ સંવત્ 1213 માં આનંદપૂર્વક ઉપર જઈને તેણે ધ્વજારોપણ કરાવ્યું અને શ્રી હેમચંદ્રસૂરિના હાથે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. હવે અહીં ત્યારથી વિમાન સમાન શોભાને ધારણ કરનાર તથા ભવ્ય જનોને પુણ્યના કારણરૂપ એવું તે ચૈત્ય કુમારવિહાર એવા નામથી પ્રસિદ્ધ થયું. વળી રાજાએ કુશળ કારીગરોના હાથે શ્રી પાર્શ્વનાથનું બિંબ સુધરાવીને અત્યંત રમણીય કરાવ્યું. પછી શુભ લગ્ન મંત્રીએ ચિંતામણિ કરતાં અધિક અને વાંછિતાર્થ વસ્તુને આપનાર એવા તે બિંબની શ્રી હેમચંદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી, તે વખતે જગતનો ઉપકાર કરવામાં તત્પર એવા રાજાએ તે બિંબમાં શકનાસિકા જેવડું છિદ્ર મૂકાવ્યું એટલે પૂર્ણિમાની અર્ધરાત્રે રોગી જનની પ્રાર્થનાથી બિંબના પ્રગટ કરેલ તે છિદ્રમાંથી અમૃત ઝરતું હતું તેના પ્રભાવથી લોકોમાં ચક્ષુ વિગેરેના રોગો દૂર થતા હતા. એ પ્રમાણે કયો રાજા સર્વ રીતે ઉપકાર કરે ? વળી રાજાએ સાત હાથના અને વર્ણના અનુસારે બાવીશ શ્રેષ્ઠ પ્રાસાદ કરાવ્યા. તેમાં બે વેત, બે શ્યામ, બે રોત્પલ સમાન વર્ણવાળા, બે નીલ અને સોળ કનક સમાન વર્ણવાળા પ્રાસાદ હતા. ત્યાં ચોવીશ ચેમાં શ્રી કષભાદિક ચોવીશ જિનેશ્વરોને તથા ચાર ચૈત્યોમાં શ્રીમંધર પ્રમુખ ચાર જિનવરે, તેમજ શ્રી રેહિણ, સમવસરણ, પ્રભુપાદુકા અને અશોક વૃક્ષ એમ બત્રીશ સ્થાપન કર્યા. એટલે “હું બત્રીશ પૂર્વજ પુરૂષોના ઋણથી મુક્ત થયે” એમ જાણે સૂચવ્યું હોય; પછી મંત્રીએ પૂર્વ વાક્યના અનુસાર રાજાને નિવેદન કર્યું કે –“પચીશ હાથ ઉંચા તિહુઅણુપાલ નામના મંદિરમાં પચીશ અંગુલ પ્રમાણ શ્રીમાન નેમિનાથ જિનેશ્વરને સ્થાપન કરો.” વળી તેણે સમસ્ત દેશ અને સ્થાનમાં અન્ય લોકો પાસે પણ જિનમંદિરો કરાવ્યાં. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust