________________ ( 32 ) શ્રી પ્રભાવક ચરિત્ર :વર્યાપન કર્યું, જેને રાજાએ સ્વીકાર કર્યો. એવામાં વિક્રમસિંહને સ્થાને પોતાના પ્રતિનિધિ સ્થાપી, તેને પોતાની પાસે બોલાવીને રાજાએ વિસ્મયપૂર્વક જણાવ્યું કે –“હે વિક્રમ! અગ્નિયંત્રથી રાજાએજ પંચત્વને પામે છે, પણ સામંતો નહિ એમ તને કેણે શીખવ્યું હતું ? ત્યાંજ જે મેં તને અગ્નિમાં હોમી દીધો હોત, તે તું ભસ્મીભૂત થઈ જાત, પછી પુત્ર, પશુ અને બાંધવ સહિત કયાં જોવામાં આવત, જેવા તમે મારા સેવકે મલિન છે, તેવા અમે તમારા નાથ મલિન નથી માટે હવે જીવતો રહે.” એમ કહી તેના કામને યાદ કરીને રાજાએ તેને બંદીખાનામાં નાખ્યો કારણ કે પોતાના કર્મને લીધે આ લેકમાંજ કેટલાક લેકે રાજાએથી પરાભવ પામે છે. પછી તેના રામદેવ નામના ભ્રાતાનો પુત્ર શ્રીયશોધવલ હતા તેને રાજાએ ચંદ્રાવતીમાં સ્થાપન કર્યો. - હવે એક દિવસે ધમવાસનાથી અત્યંત વાસિત થયેલ કુમારપાલરાજાએ પોતાના વાડ્મટ અમાત્યને આહત આચારના ઉપદેશક એવા ગુરૂને માટે પ્રશ્ન કર્યો ત્યારે તેણે શ્રી હેમચંદ્રસૂરિના અતુલ વિદ્યા ઉપશમ તથા ગુણ–ૌરવ કહી સંભળાવ્યા. જે સાંભળતાં રાજાએ જણાવ્યું કે તેમને સત્વરે અહીં બોલાવે.” એટલે વાડ્મટ મંત્રી આચાર્ય મહારાજને બહુ માનથી રાજભવનમાં તેડી આવ્યા ત્યારે રાજાએ ઉભા થઈને તેમને માન આપતાં આસન આપ્યું, જેના પર ગુરૂ બિરાજમાન થયા. ત્યાં રાજા બોલ્યો કે-“હે ભગવન! અજ્ઞતાને ટાળનાર એવા જૈનધર્મને મને ઉપદેશ આપે.' આથી આચાર્ય મહારાજ તેને દયામલ ધર્મ સંભળાવતાં બેલ્યા કે–હિંસા, અસત્ય, ચેરી, અબ્રા (મૈથુન) અને પરિગ્રહનો ત્યાગ એ ધર્મ છે તથા રાત્રિભૂજન અને માંસાહારનો ત્યાગ કરે. કારણ કે શ્રુતિ, સ્મૃતિ વિગેરે પોતાના સિદ્ધાંતો બનાવતાં અન્ય જનોએ પણ તેને નિષેધ કરેલો છે. વળી યેગશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે) “જિયદ્વિતિ છે મારું, કાપદારતા , ' ડભૂત ચૌ પૂર્ણ, ચાચં વર્મશાણિનઃ” I ? | કે જે પ્રાણીઓને સંહાર કરીને માંસ ખાવાની ઈચ્છા રાખે છે, તે ધર્મરૂપ વૃક્ષના દયારૂપ મૂળને ઉખેડી નાખે છે. * વળી જે માંસનું ભક્ષણ કરતાં દયા પાળવાની ઈચ્છા રાખે છે, તે બળતા અગ્નિમાં લતાને રાપવાની ઈચ્છા રાખવા જેવું કરે છે. તેમજ મનુએ કહ્યું છે કે–પ્રાણુને હણનાર, માંસ ખાનાર, માંસ વેચનાર, પકાવનાર, ખરીદનાર, અનુમોદન આપનાર અને દાતાર એ બધા હિંસક સમજવા.” તથા બીજી રીતે પણ એજ વાત બતાવેલ છે કે–અનુમોદન કરનાર મારનાર, બાંધનાર, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust