________________ ( 318 ) is : : શ્રી પ્રભાવક ચરિત્ર. . મુખે વિલેપન કર્યું. તેમજ રાજાએ પોતે ચંપક અને કમળ પુષ્પોની માળાઓ તેમના મસ્તકે બાંધી. વળી હેમંતઋતુને કમળ સમાન સુવર્ણકમળવતી તેણે અમેદપૂર્વક ચોધાઓના કંધ પૂજ્યા. પછી અંધકારમય અર્ધરાત્રે સુધા સમાન વચન તરંગોથી તે સુભટને ઉત્સાહ પમાડતાં ભારે તેજ, પ્રતાપ અને પ્રમાદના સ્થાનરૂપ એવો તે રાજ વાજિંત્રના અવાજ વિના એકાંતમાં રહેલ ગીની જેમ વિના શબ્દ ચાલે. પછી પર્વતની ઉપરની ભૂમિએ જઈને તેણે વાજિંત્રોને નાદ વિસ્તાર્યો. તે વખતે વાડ્મટ અમાત્યને તેણે આદેશ કર્યો કે–પ્રભાત પહેલાં પાંસમેં પાડાઓનું આદ્ર ચામડું લાવ.” એમ રાજાના હુકમ પ્રમાણે તે લાવ્યું, એટલે બખ્તરને ધારણ કરતા કેટલાક પ્રચંડ સુભટે તેની અંદર પડ્યા. તેમજ દાંતે ખડગ ઉપાડીને સત્વર આરોહણ કરવા લાગ્યા. એમ ઉપર વિસ્તારથી ચડી જતાં તેમણે અંદરખાને પોતાના પરાક્રમથી તે કિલ્લાના કાંગરા ભાંગવા માંડયા. ત્યારે કુમારપાલ રાજાએ દબાવેલ શત્રુરાજ અરાજ પ્રભાતે મુખ્યદ્વાર ઉઘાડીને બહાર નીકળી ગયા. આ વખતે તે સંગ્રામમાં તેણે પોતાના જીવિતની પણ આશા મૂકી દીધી હતી. એવામાં બંને પક્ષના રણવાદ્યો વાગતાં પ્રતિવનિથી આકાશ એક શબ્દમય બની ગયું. તે વખતે કાયર પુરૂષના પ્રાણે દેહમાં રહેવાને અસમર્થ થવાથી પાતાલના શરણને ઈચ્છતા તે તરત દેહ છોડીને ચાલતા થયા. પછી બાણ સામે બાણ, ખડગ સામે ખડગ તથા બાહયુદ્ધ ચાલ્યું કે જેમાં સુભટના મુખ દેખાતા ન હતા. સૂર્યના સંક્રાંતિકાળે પત્થરમય પર્વતની જેમ લોકે અનેક રીતે શરીરે ઘાયલ ને ખંડિત થતા દેખાવા લાગ્યા. પાકેલા કેળાની જેમ ત્યાં અ ખંડિત થવા લાગ્યા, તેમજ ચોખાના પાપડની જેમ ર અત્યંત સૂર્ણ થવા લાગ્યા. વળી પાકેલા કલિંગડાની જેમ ત્યાં પડેલા સુભટેના જઠર માંસ અને આંતરડાથી ઓતપ્રેત દેખાતા હતા. પ્રાણેશના સમાગમ માટે વિમાનમાં રહેલ અપ્સરાઓના દૂતોની જેમ માંસના અભિલાષી ગીધ પક્ષીઓ આકાશમાં સંચરવા લાગ્યા. એ પ્રમાણે વંશ, ખ્યાતિ અને નામના ઉચ્ચારપૂર્વક સંગ્રામ ચાલતાં અને હસ્તીઓના મદજળથી ધૂળ બધી શાંત થતાં તેમજ ત્યાં પટ્ટહસ્તી બંને એક બીજાની સામે આવી દંતલગ્ન થતાં રાજાએ ચારૂભટને શત્રુનો મહાવત બનેલો જ. ત્યાં શ્યામલ મહાવતે હસ્તીને હાક મારવાના ભયને દૂર કરતાં સ્વચ્છ વસ્ત્ર લઈને તેના બે વાર કાન ઢાંકયા. એવામાં ચારૂભટે ગર્વથી હાથીના દાંત પર પગ મૂક્યો અને મનમાં વિચાર કર્યો કે–આ પ્રતિમાતંગ (સામે આવેલ હસ્તી) શું માત્ર છે?” તે વખતે કુમારપાલ રાજાએ બંને પક્ષપર દષ્ટિપાત કર્યો. એટલે બધું સૈન્ય અસ્તવ્યસ્ત થવા લાગ્યું. ત્યારે રાજાએ શંકિત થઈને કહ્યું કે–તું શ્યામલ પણ અહીં છે શું? હે મિત્ર! હાથીને ભેદીને હવે પાછા ફરે છે,” ત્યારે તે બોલ્યો-“હે નાથ! શ્યામલ મહાવત, સ્વામી અને મહામતંગજ એ ત્રણેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust