________________ વાએ, કે ( 302 ) શ્રી પ્રભાવક ચરિત્ર.' સમક્ષ નિવેદન કરતાં જણાવ્યું કે –“જે વચન અશ્રદ્ધેય છતાં અમારી પ્રતીતિથી શ્રદ્ધા કરવા લાયક છે. કારણ કે જે અમે સાક્ષાત્ નજરે જોયા છતાં અમારું મન સંદિગ્ધ રહે છે, કે ગંગાજળથી ભાગવત વ્રતને ધારણ કરનાર, વેદજ્ઞ અને સેમરસને પીનાર એવા તેણે યજ્ઞોપવીતને દગ્ધ કરીને મદિરાનું પાન કર્યું. સંન્યસ્તાશ્રમના આચારને આડંબર રાખનાર એ અર્ધરાત્રે પોતાના પરિવાર સહિત સરસ્વ તીના તટપર મદિરાપાન કરે છે. વળી રાજા (ચંદ્ર) બુધ, કવિ, શર, ગુરૂ અને વક્ર નેશ્વર એ બધા વારૂણ મદ્ય અથવા પશ્ચિમ દિશા) ના સંગથી અસ્ત પામે છે, અને આ ઉદયમાન છે, એજ મોટું આશ્ચર્ય છે.” જ એવામાં એકદમ સંભ્રાંત લોચન કરતાં શ્રીપાલ કવિ બાલ્યા કે–એ કેમ સંભવે ? એ તો નજરે જોયા છતાં પણ સત્ય ન માની શકાય તેવું છે. ચોથા સંન્યસ્ત આશ્રમમાં વર્તનાર એને વ્યાવહારિક ભેગની સાથે પણ કંઈ પ્રયોજન નથી. તેના દર્શનાચારથી વિરૂદ્ધ ભેગાદિક તો તે કેમ એવી શકે ? છે ત્યારે તે સેવકે કહેવા લાગ્યા કે - અમે આ બધુ જાતે નજરે જોઈને કહીએ છીએ, પણ જોયા વિના નહિ, તેમ છતાં તમે જેને આદેશ કરે, તેને અમે પ્રતિજ્ઞાપૂર્વક તે બતાવીએ. એટલે શ્રીપાલે કહ્યું કે–આજે અર્ધરાત્રે શ્રીજયસિંહ રાજા ત્યાં આવે, તેને તમે બતાવો.” તેમણે એ વચન કબુલ કરી રાજા પાસે જઈને સિદ્ધસારસ્વત કવિની બધી હકીકત યથાર્થ રીતે કહી સંભળાવી. જે સાંભળતાં રાજા કહેવા લાગ્યું કે-“જે એ વાત સત્ય હાય, તે મને નજરે બતાવો. કારણ કે એ સાક્ષાત્ પ્રગટ રીતે નજરે જોયા છતાં માનવામાં ન આવે તેવી વાત છે.” પછી અર્ધરાત્રે રાજા બતાવેલ માર્ગે ચાલીને કાયર જનેને દુષ્માપ્ય એવા સરસ્વતીના કિનારે આવ્યું, ત્યાં વૃક્ષ-લતાઓની નિબિડ ઘટામાં તેણે દષ્ટિ કરી, તો મદોન્મત્ત અનુચરોથી આશ્રિત, ઈચ્છાનુસાર ગુણગાન થવાથી અવ્યક્ત ધ્વનિયુક્ત તથા મદ્યપાત્રથી નીકળતા મઘવડે મલિન મુખ સહિત તે દેવબોધ રાજાના જોવામાં આવ્યું, એટલે આ અનુચિત જોઈને સિદ્ધરાજને પણ ખાત્રી થઈ અને મનમાં સૂગ થતાં તેણે પોતાની નાસિકા મરડી, વળી તેને વિચાર આવ્યો કે–અહ સંસારની કેવી વિચિત્રતા છે? કે દર્શનના આધારરૂપ આવા વિદ્વાને પણ આમ પિતાની મર્યાદા લેપીને કુત્સિત કર્મ કરે છે. અત્યારે જે હું એને સાક્ષાત્ ન બોલાવું, તે પ્રભાતે શું એ પોતાનું આ દુશ્ચરિત્ર માનવાનો છે?’ એમ રાજા વિચાર કરે છે, તેવામાં અતિક્રીડાથી જાણે કટિરસને પામી હોય, તેમ તેના પ્રગટ વચન રાજાના સાંભળવામાં આવ્યા. ત્યાં પોતાની પાસે આવેલ રાજાને જઈ તેના તેજ પ્રસારથી ઉજ્વળ બની શોભતી ચંદ્રિકા જાણે પાછળ પાછળ IIIIIIIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust