________________ શ્રી પ્રણાવક ચરિત્ર. દીએ તેનું રક્ષણ કરવું. માટે હે નરેંદ્ર! એ મદાંધ અને ક્રોધીને મૂકી છે.” એમ સાંભળતાં રાજાએ તે વાદીને છોડી મૂકે. પછી રાજાએ વરસૂરિને પત્ર અર્પણ કર્યું અને તેમને ભારે સન્માન આપ્યું. કારણ કે પોતે નિસ્પૃહ હોવાથી તે દ્રવ્યની તે સ્પર્શ પણ કરતા ન હતા. એકદા જળયાત્રામાં રેથી સૂર્યતેજને આચ્છાદિત કરતા ચતુરંગ સેન્ચ લઈને રાજા ગુર્જરભૂમિ તરફ વળ્યો. ત્યાં શ્રીવીરાચાર્યના ચૈત્ય આગળથી ચાલતાં પ્ર સિદ્ધ કવીંદ્ર રાજાને જોવા માટે આવ્યું. એવામાં અનુક્રમે ત્યાં સિદ્ધરાજ પણ આવી ચડે. તેને જોતાં કેઈ કવિ સમસ્યાપદ છે. એટલે તેને ઉદેશીને રાજાએ વીરાચાય કવિ તરફ દષ્ટિ કરી જેથી તે સુજ્ઞ કવિએ તરતજ અનાયાસે તે સમસ્યા પૂરી કરી તેને ભાવાર્થ આ પ્રમાણે છે. –હે યમુના ! કહે, હું અગત્યને સમુદ્ર સમાન છું, તો તું મારા શત્રુનું નામ શા માટે લે છે? હું નર્મદા છું, અને તે પણ મારી પત્ની (શક્ય) નું નામ લે છે, તે માલવવાસી રમણુઓના અવિરલપણે ગળતા કાજળથી મલિનતા શા માટે? અને એ રમણીઓના અશ્રુજળથી શું ગુજ’ રાધીશ બલિષ્ટ થયેલ છે?” એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો કે –“તમારા એ સિદ્ધ વચનથી હું માલવપતિને નિગ્રહ કરીશ. એ બાબતને મારા હૃદયમાં લેશ પણ સંશય નથી પરંતુ તમે બલાનકમાં રહેતા હો અને હું શત્રુનો નિગ્રહ ક્રરૂં તે શિષ્ટ ન ગણાય. માટે આ વિજયની પતાકા તે ત્યાંજ દઢ થાઓ કે બલાનકમાં શ્રી ભાવાચાર્યના ચૈત્યની પતાકા હતી, કારણ કે મહાપુરૂષે કરેલ કાલાંતરે પણ નાશ પામતું નથી. . એવામાં એકદા અન્ય વિદ્વાનોની અવગણના કરનાર અને વાદમુદ્રાને ધારણ કરતો કમલકીતિ નામે દિગંબર વાદી સાધુ, સિદ્ધરાજની રાજસભામાં આવ્યું. વાદને માટે તેની જીલ્લા તનમનાટ કરી રહી હતી, ત્યારે રાજાએ વિદ્વાનોના વિગ્રહમાં બ્રહ્માસ્ત્ર સમાન એવા વીરાચાર્યને બોલાવ્યા. એટલે તે પાંચ વરસની એક બાળાને સાથે લઈને આવ્યા અને અવજ્ઞા પૂર્વક વાદીને જોઈને ત્યાં આસન પર બેઠા. તે ગુરૂએ પોતાના સર્વ સામર્થ્યથી વાકયરચના બાલી ગયા. તે વખતે જાણે કેતુકથીજ શ્રીવીર તે બાળા સાથે રમવા લાગ્યા. તે જોઈને વાદી કહેવા લાગ્યા કે હે રાજન ! આ તમારી સભા વિદ્વાનને ઉચિત નથી, કારણ કે તેમાં આવી બાળચેષ્ટા થાય છે, રાજાથી દૂર એક હસ્તપ્રમાણે આ મહાપંડિત ક્રીડા કરી રહ્યો છે.” એવામાં રાજાએ વરસૂરિને પ્રેરણું કરતાં તે હાસ્યપૂર્વક બોલ્યા કેસમાનવયવાળાનેજ વાદ હાય, એમ ધારીને હું આ નગ્ન બાળાને અહીં લાવ્યો છું. આ વાડી પણ નગ્નપણાને લીધે બાળક સમાન દેખાય છે, માટે એ બંનેને વાદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust