SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ જીy C8 10 શ્રી ભૂપવાર્થ વંધ. દ્વાને અને શ્રી સંઘથી પૂજિત એવા શ્રીમાન સરાચાર્ય તમારું કલ્યાણ કરે કે જેમણે પોતાની અધિકતર પ્રજ્ઞાથી બહસ્પતિને પણ જીતી લીધું. વળી જેણે પોતાની પ્રતિભાથી ભોજરાજાની સભા જીતી લીધી, એવા શ્રી સૂરાચાર્ય પ્રભુના અમે અહીં કેટલા ગુણગાન કરીએ ? વિદ્વાનોના હદયરૂપ ભીંતમાં ચિત્રની જેમ સ્થિર થયેલ અને વર્ણયશવડે ઉજ્વળ એવું તેમનું આશ્ચર્યકારી ચરિત્ર જાણીને ચિત્તની સ્થિરતા માટે હું વર્ણવું છું. ન રાજાની ન્યાય-પદ્ધતિની પ્રશસ્તિ સમાન અને ગુર્જર દેશના મંડનરૂપ એવું પૂર્વે અણહિલપુર નામે નગર હતું. ત્યાં દુષ્ટ રાજાઓને દબાવનાર, પિતાના પ્રતાપથી ક્ષત્રિયોને વશ કરનાર અને ચક્રવત્તી સમાન એ ભીમ નામે રાજા હતા. શાસ્ત્ર-શિક્ષા આપવામાં ગુરૂરૂપ, અક્ષત સત્યવ્રતથી સુશોભિત અને ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલ એ દ્રોણાચાર્ય નામે એ રાજાને મામે હતો. તેના સંગ્રા મસિંહનામે ભાઈને મહીપાલ નામે પુત્રરાજા હતો કે જે પ્રજ્ઞામાં બૃહસ્પતિને પણ જીતે તેવો હતો. દૈવયોગે બાલ્યાવસ્થામાં જ તેનો પિતા મરણ પામ્ય, એટલે તેની માતાએ પોતાના ભાઈના પુત્ર–ગુરૂ પાસે જઈને કહ્યું કે આ બાળકને તમે સંભાળે અને શિક્ષા આપે.” ત્યારે નિમિત્તના અતિશયથી ગુરૂએ તેને શાસન પ્રભાવક જાણું સંતેષ-વચનથી આદરપૂર્વક ભ્રાતૃપત્ની પાસેથી તે બાળક લઈ લીધો. પછી ગુરૂની સાક્ષીમાત્રથી તે બાળક પોતાની મેળે વ્યાકરણ ન્યાય અને સાહિત્ય તેમજ આગમમાં પ્રવીણ બની ગયે. વળી સ્નેહને લીધે તે ગુરૂથી ક્ષણભર પણ અલગ થતો ન હતો. આથી તેની યેગ્યતા જાણીને ગુરએ તેને દીક્ષા આપી અને તરત પિતાના પાટે સ્થાપે. કારણકે તેવા કામમાં વિલંબ કર ગ્ય ન ગણાય. પછી વર્તમાન શાસ્ત્રોરૂપ કમળને વિકસિત કરવામાં સૂર્ય સમાન અને લેકોના અજ્ઞાનરૂપી અંધકારને પરાસ્ત કરનાર એવા તે ગુરૂ સૂરાચાર્ય એવા નામથી પ્રસિદ્ધ થયા. હવે સરસ્વતીના કુળસઘ સમાન, વિદ્વાનની લીલાના મહા પ્રાસાદરૂપ તથા કળારૂપ નદીઓના મહાસાગર તુલ્ય એવા ભોજરાજાના પ્રધાન શ્રી ભીમરાજાની સભામાં આવ્યા અને તેમણે પોતાના સ્વામીના ગુણવડે અદ્ભુત એવી એક ગાથા આ પ્રમાણે કહી સંભળાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy