________________ થી પ્રભાવક ચરિત્રકે પછી ધનપાલ પંડિતે રાજાને સંમતિ આપતાં જણાવ્યું કે –“હે રાજન ! ધર્મ પંડિતને એક લક્ષ દ્રવ્ય આપો.” ત્યારે ધમ બોલી ઉઠયે કે“આ બ્રહ્માંડના ઉદરરૂપ કોટર કેટલું, તેમાં પણ માટીના ગેળારૂપ આ પૃથ્વીમંડળ કેટલું, તેમાં પણ આવા કરે 2 જાઓ છે તેમાં કેટલાક યાચકેની ગદ્ગદ ગિરાથી દાન આપે છે. હા ! અમે તો ખરેખર ! વજા જેવા કઠિન છીએ. કે તેમની પાસે જ યાચના કરીએ છીએ. માટે અસાર અને નશ્વર એ ધન હું લેનાર નથી. કારણ કે પોતાના અભિમાનરૂપ જીવ હરાઈ જતાં પુરૂષ શબ તુલ્ય છે.” એમ બોલીને પુન: તે કહેવા લાગ્યો કે-“એક ધનપાલ કવિજ બુદ્ધિનિધાન છે, એમ મારા મનમાં હવે પ્રતીતિ થઈ છે. નિશ્ચય એની સમાન કોઈ પડિત નથી.” એટલે વિસ્મય પામતાં સિદ્ધ સારસ્વત કવિ કહેવા લાગ્યો કે “હે સુજ્ઞ નથી” એમ ન કહેવાય કારણ કે રત્ના વસુધા' પૃથ્વીમાં અનેક પુરૂષ-રત્નો હોય છે. અણહિલપુરમાં શ્રીમાન શાંતિસૂરિ બુધ શિરોમણિ છે, કે જે જગતમાં જૈન તરીકે વિખ્યાત છે. હે મિત્ર ! તું તેમની પાસે જા.” પછી રાજાએ અને ધનપાલે નેહપૂર્વક તેને વિસર્જન કર્યો એટલે તેના વિજયમાં ભગ્નાશ થયેલ તે પિતાના મનમાં ચિંતવવા લાગ્યું કે-“અત્યાર સુધીમાં કોઈએ મારા વચનને ખલના પમાડી ન હતી. આવા મારા વચનને પ્રતિહત કરનાર એ બ્રાહ્મણ ખરેખર! સાક્ષાત્ સરસ્વતી છે. માટે તે આચાર્યને અવલોકન કરવાના મિષે અહીંથી પ્રયાણ કરવું, તેજ ઉત્તમ છે.” એમ ધારીને તેણે ગુર્જરદેશ તરફ પ્રયાણ કર્યું. " હવે અહીં પ્રભાતે ભેજરાજાએ તે ધર્મ પંડિતને પોતાની સભામાં બોલા. પણ તે નથી” એમ જાણવામાં આવતા ધનપાલ કવિ બે કે - "धर्मो जयति नाधर्म इत्यलीकीकृतं वचः / તુ સત્યતt નાં ધર્મય વરિતા તિ” ? ધમ જય પામે છે. પણ અધર્મ નહિ-એ કહેવત મિથ્યા થઈ અને ધર્મની ગતિ ઉતાવળી હોય છે, એ વચન તેણે સત્ય કરી બતાવ્યું.” એવામાં રાજાએ ધનપાલની પ્રશંસા કરતાં જણાવ્યું કે–જેમ જીવ વિના શરીર અવયવયુક્ત છતાં બીજને ઉત્તર આપવામાં તે સમર્થ નથી. તેમ સુજ્ઞશિરોમણિ એક ધનપાલ મિત્ર વિના ધર્મના વાદમાં સભા બધી મુંગી બની ગઈ હતી. માટે તેજ એક સદા મારી પાસે રહો.” એમ સાંભળતાં રાજાના સન્માનથી ધનપાલ કવીશ ભારે સંતુષ્ટ થઈ રહ્યો. - હવે અહીં ધર્મ અણહિલપુરમાં પહોંચે. શ્રી શાંતિસૂરિએ વાદમાં તેને જીતી લીધે. એટલે તેણે આચાર્યને ભારે પિતાની લાગણી બતાવી–એ બધું તેના ચરિત્ર થકી જાણ લેવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust