________________ ( 224 ) શ્રી પ્રભાવક ચરિત્ર. છે, તે ભસ્મની શી જરૂર છે? વળી શરીરે ભસ્મ લગાવે છે, તો એને સ્ત્રીની શી જરૂર છે અને રમણું છે, તે એ કામપર દ્વેષ શા માટે લાવે છે? એમ અ ન્ય વિરૂદ્ધ પોતાના સ્વામીની ચેષ્ટા જોતાં ભંગીનું શરીર માત્ર હાડરૂપ શુષ્ક બની ગયું છે.' " પછી બહાર નીકળતાં પર્ષદામાં વ્યાસ યાજ્ઞવલ્કલ્ય સ્મૃતિ ઉંચ ધ્વનિથી વાંચતો હતો, તે સાંભળવાની ઈચ્છાથી રાજા ત્યાં બેઠો. એવામાં ધનપાલને વિમુખ થઈને બેઠેલ જેમાં રાજાએ કહ્યું કે –“શ્રુતિ, સ્મૃતિઓમાં તારી અવજ્ઞા લાગે છે, તેથી તું સાવધાન થઈને સાંભળતું નથી. ત્યારે ધનપાલ બે --લક્ષણ રહિત તેના અર્થને સમજી શક્તો નથી. સાક્ષાત્ વિરૂદ્ધ કયો મૂઢમતિ સાંભળે ? કારણ કે તેમાં એવું જણાવવામાં આવેલ છે કે–વિષ્ટાનું ભક્ષણ કરનાર ગાયોના સ્પર્શ કરવાથી પાપ દૂર થાય, સંજ્ઞાહીન વૃક્ષે વંદનીય છે. બકરાના વધથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે, બ્રાહ્મણને આપેલ ભેજન પિતૃઓ (પૂર્વ) ને મળે છે, કપટી દેને આસ પુરૂષ માનેલ છે, અગ્નિમાં હેમેલ બળિદાન દેવને પ્રસન્ન કરે છે. શ્રુતિમાં બતાવેલ આ અસાર લીલાને સત્ય કેણ માને ?" પછી એકદા ત્યાં યજ્ઞમાં હણવા માટે બાંધેલ મહાપશુને દીન અવાજ રાજાના સાંભળવામાં આવ્યું ત્યારે રાજાએ ધનપાલને પૂછયું કે–આ શું બોલે છે?” " એટલે કવીશ્વર કહેવા લાગ્યું કે–“હે ભૂપાલ! હું પશુઓની ભાષા સમજી શકું છું, માટે એ શું કહે છે, મારું સત્ય વચન સાંભળ. તુળસીના પત્રને છેદનાર અને ભારે તત્ત્વશાળી એ જે ગુણવાન વિષ્ણુ, તે બકરાને કેમ મારે ? વળી સ્વર્ગના સુખ ભેગવાની મારી ઈચ્છા નથી, તેમ તને મેં તેવી પ્રાર્થના કરી નથી. હે સજન! તૃણભક્ષણથી હું સદા સંતુષ્ટ છું, માટે મારે વધ કર તને ઉચિત નથી. તારા હાથે યજ્ઞમાં હણાયેલા પ્રાણીઓ જે સ્વર્ગે જતા હોય, તો માતા પિતા, પુત્ર અને બાંધવાનો યજ્ઞ કેમ કરતો નથી ?" આ પ્રમાણે તેના વિપરીત વચનથી રાજા કોપાયમાન થઈને ચિંતવવા લાગે કે વિપરીત બોલનાર આ દુષ્ટ વિપ્રને નાશ કરવો પડશે, પરંતુ લેકેના દેખતાં જે એનો વધ કરું તો મારા માથે મટે અપવાદ આવી પડે, માટે કઈવાર એકાંતમાં એ વધ કરવા લાયક છે.” એમ સંકલ્પ કરી પોતાના ભવન ભણું આવતાં રાજમાર્ગમાં એક બાલિકા સહિત વૃદ્ધ સ્ત્રી એક બાજુ ઉભેલી રાજાના જોવામાં આવી એટલે નવવાર શિર ધુણાવતી તે વૃદ્ધ સ્ત્રીને જોતાં રાજાએ ધનપાલને પૂછયું કે “આ શું કહેવા માગે છે?” HTT P.P.A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust