________________ (15) શ્રી વીર સૂરિ પ્રવિંધ. થી જ ! તર રિપુને નાશ કરનાર, દુષ્કર્મ રૂપ ગજ સમુહને હઠાવનાર દે છે. તથા સુવર્ણ સમાન તેજસ્વી વર્ણવાળા એવા શ્રી વીરસૂરિ સ્વ પર અન્વય–વંશને વિભૂષિત કરનાર થાઓ. શ્રી ધી ( વી ) 2 As ગણિ સ્વામી તમારું રક્ષણ કરે કે જેમની ભક્તિથી કષાયાદિ શત્રુઓ આવીને પરાભવ ન પમાડી શકે. જેમના ઉપદેશામૃતના પાનથી વિબુધે (પંડિત) વિબુધ (દેવ) જેવા બની ગયા, સ્વ–પરના ઉપકાર માટે તે શ્રી વીરસૂરિનું ચરિત્ર હું કહું છું. શ્રીમાલ નામે નગર કે જ્યાં ઉદ્યાન વૃક્ષેથી દૂર કરાયેલ સૂર્ય, પૂર્વ–પશ્ચિમ પર્વતેનો આશ્રય કરે છે. વળી જ્યાં લેકે પ્રીતિરસમાં પૂર્ણ હતા અને જ્યાં સરોવરો કમળરહિત ન હતા. ત્યાં ધૂમરાજના વંશમાં ઉત્પન્ન થયેલ, મહામંડળ રૂપ કુમુદને આનંદ પમાડનાર અને ન્યાય રૂપ મહાસાગરને ઉલ્લાસ પમાડનાર એ દેવરાજ નામે રાજા હતો. વળી ત્યાં શિવનાગ નામે વણિક કે જે સુઝ અને અગ્રેસર હતો તથા જેના મંત્રોથી પ્રચંડ સર્પોનું વિષ દૂર થતું હતું. જૈન ધર્મમાં દઢ અનુરાગ ધરાવનાર તેણે શ્રીધર નામના નાગૅદ્રને આરાધે, જેથી તેણે સંતુષ્ટ થઈને સર્વ સિદ્ધિને કરનાર તથા જાપ કે હેમાદિક વિના સદ્ય વિષને દૂર કરનાર એ મંત્ર તેને આપે, કે જે મંત્ર પુણ્યહીન જનેને દુર્લભ તથા કુંક અને હાથના સ્પર્શમાત્રથી આઠ નાગકુલેના વિષનો નાશ કરતો હતે. એટલે તે શ્રેષ્ઠીએ તે મંત્રની રચના અને પ્રભાવયુક્ત એક સ્તવન બનાવ્યું કે જે ધરણેરગેંદ્ર એવા નામથી પ્રસિદ્ધ થયું અને સ્મરણ માત્રથી જે ઉપદ્રવને દૂર કરતું હતું. તે શેઠની યથાર્થ નામવાળી પૂર્ણલતા નામે કાંતા હતી કે જે ધર્મવૃક્ષના આશ્રયયુક્ત, કુળરૂપકંદ, વચનરૂપ પત્ર, યશરૂપ પુષ્પ અને લાવણ્યરૂપફળયુક્ત હતી. તેમને શ્રી વીર નામે પુત્ર કે જે રત્નદીપ સમાન તેજસ્વી, અક્ષય પ્રકાશથી અંધકારઅજ્ઞાનને નાશ કરનાર તથા સાક્ષાત દિવસ જેવો હતે. વળી જેના સુમનસપણાથી કેટિધ્વજના વિશે ધ્વજાઓ દેખાવને જીતીને ઉંચે જ ઉછળતી હતી. તે વીર કેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust