________________ R (12) શ્રી માનતુંગસૂરિ–પ્રબંધ. A 8 શ્રી કાન્યકુરજના રાજાને પ્રતિબોધ પમાડનાર તથા પૂર્વગત શ્રુત તેમજ નવા પાઠબંધથી સમસ્યા રચનાર એવા શ્રી ભદ્રકીર્તિ મુનિલાગ શ્વરની કીર્તિ જગતમાં નૃત્ય કરી રહી છે. કર શ્રી માનતુંગસૂરિની દેશના સમયની દંત-કાંતિ જ્યવંત વતે છે છે કે જે જ્ઞાનરૂપ મહાસાગરને ઉલ્લાસ પમાડવામાં શરદઋતુના ચંદ્ર સમાન શોભે છે. નિરંતર લાખ માણસોથી ગવાતા, કનક સમાન કાંતિવાળા તથા સૈમનસ (દેવ કે વિદ્વાન ) થી આશ્રિત એવા મેરૂ સમાન શ્રી માનતુંગ પ્રભુ તમારું રક્ષણ કરે. તીર્થની ઉત્કટ શોભાના સ્થાનરૂપ એવા તે આચાર્યનું ચરિત્ર હું વર્ણવું છું કે જે જગતમાં અપ્રસિદ્ધ છે. - સાક્ષાત્ અમરપુરી સમાન વારાણસી નામે નગરી કે જે સદા ગંગાના તરંગથી પાપ–મેલને દેઈ રહી છે. ત્યાં વિદ્વાનના મુગટ સમાન, અથી જનેના દારિદ્રયને દૂર કરનાર એ શ્રી હર્ષદેવ નામે રાજા કે જે કલંકરહિત હતો. વળી ત્યાં બ્રહ્મક્ષત્રિય જાતિનો ધનદેવ નામે સુજ્ઞ શ્રેષ્ઠી કે જે સમસ્ત પ્રજા અને રાજાના અર્થ (પ્રજન) ને સાધનાર હતો. સવ અને સત્યના સ્થાનરૂપ એ માનતુંગ નામે એ શ્રેષ્ઠીને પુત્ર કે જે પરદ્રવ્ય અને પર રમણથી વિમુખ હતો. - હવે ત્યાં કામવાસનાને દૂર કરનારા દિગંબર જૈન મુનિઓ હતા. એકદા ગંભીર માનતુંગ તે મુનિઓના ચિત્યમાં ગમે ત્યાં વીતરાગ પ્રભુને નમસ્કાર કરી તે ગુરૂ પાસે જઈને નખે. એટલે તેમણે ધર્મવૃદ્ધિના આશીર્વાદથી તેને સત્કાર કર્યો. પછી તેમણે તેને પંચ મહાવ્રત, તથા ઉન, રૂ અને રેશમના વસ્ત્રની નિષેધ કરતાં નગ્નતાને ઉપદેશ કર્યો. ઈત્યાદિ અનેક પ્રકારે ધર્મમાર્ગનું શ્રવણ કરતાં માનતુંગનું મન વૈરાગ્યથી વાસિત થતાં તેણે વ્રત લેવાની પોતાની ઈચ્છા જણાવી. જેથી તેના માતપિતાની અનુમતિ લઈને દિગંબરાચાર્યે તેને દીક્ષા આપી અને તે યશસ્વીનું મહાકીર્તિ એવું નામ રાખ્યું. પછી તે ચતુર શિરોમણિ “સ્ત્રીને મોક્ષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust