________________ શ્રી બપ્પભદિસરિ–ચરિત્ર. : ( 15 ) એવામાં એકદા ધર્મવ્યાખ્યાન અવસરે ગુરૂએ, લોકોના માનેલા ધર્મત સમજાવીને રાજાને કહ્યું કે-“હે રાજન ! સમસ્ત ધર્મોમાં સારરૂપ અને કરૂણાપ્રધાન એવા આહંત ધર્મને તું પરીક્ષા પૂર્વક સ્વીકાર કર, અને અન્ય ધર્મનેતજી દે.” ત્યારે રાજા કહેવા લાગ્યો કે– હે મિત્ર ! આહંત ધર્મજ અમારા જેવાનો નિર્વાહ કરે છે, પરંતુ પરીક્ષા કરવા જતાં તે ચિત્ત શિવ ધર્મમાં વધારે દઢ થશે. તમે આજ્ઞા કરશે, તો હું કાચા કુંભમાં તમને પાણી લાવી આપીશ, પણ મિત્રાઈથી તમે મને એ ધર્મને ત્યાગ ન કરાવશે. હું પરંપરાથી આવતે પૂર્વ જેને આચાર તજીશ નહિ, પરંતુ જો તમે રોષ ન કરો, તે તમને કંઈક કહેવા ધારું છું. કારણ કે ગુરૂના રેષની મને બહુ બીક રહે છે.” * ત્યારે ગુરૂ બાલ્યા–“તારે જે કહેવું હોય, તે કહે.” એટલે રાજા હસીને કહેવા લાગ્યો કે -" તમે પણ બાળ, ગોપાળ અને અંગનાદિકને બોધ આપવા લાગ્યા છે, પરંતુ શાસ્ત્રાર્થથી પરિપકવ થયેલ કેઈ વિદ્વાન મિત્રને બોધ આપતા નથી. કારણ કે રંભાફળ (કેળા) ના જે સ્વાદ નિબફળમાં નહિ હોય. જે તમારામાં શક્તિ હોય, તો અત્યારે મથુરા નગરીમાં ગયેલ હૃદયમાં નિરંતર કૃષ્ણનું અદ્દભુત ધ્યાન કરી રહેલ, યજ્ઞોપવીતથી શરીરે અલંકૃત, નાસિકાના અગ્ર ભાગ પર દષ્ટિને સ્થાપન કરનાર, વક્ષસ્થળે તુલસીની માળાને ધારણ કરતા, જમીન પર આસન લગાવી રહેલ કૃષ્ણના ગુણગાન કરતા વૈષ્ણવો અને બ્રાહ્મણથી પરિવૃત, પુત્રજીવ (વૃક્ષ વિશેષ) ના પુપોની માળાથી વક્ષસ્થળે વિભૂષિત, વરાહસ્વામી દેવના પ્રાસાદમાં રહેલ ભારે વૈરાગ્યથી અનશન લઈ બેઠેલ તથા પર્યકાસને સંસ્થિત એવા વાક્પતિરાજ સામંતને પ્રતિબોધ પમાડીને સત્વર જૈન મતમાં સ્થાપન કરે.’ એ પ્રમાણે આમ રાજાનું વચન ગુરૂએ કબુલ કર્યું, એટલે તેણે પોતાના રાશી સામંતો અને એક હજાર પંડિતો તેમની સાથે મોકલ્યા. તે બધા ત્વરિત વાહનોથી પ્રયાણ કરતાં મથુરામાં વરાહ સ્વામીના મંદિરમાં આવ્યા. એટલે ત્યાં પૂર્વ કહ્યા પ્રમાણે પરમાત્માના ધ્યાનમાં બેઠેલ એવો વાપતિરાજ તેમના જેવામાં આવ્યો, તેને આદરથી જોતાં શ્રી બપભક્ટ્રિ આચાર્ય તેના મનની પરીક્ષા કરવા માટે પ્રથમ ત્રણ દેવની સ્તુતિના કાવ્યા બોલ્યા, જેની મતલબ આ પ્રમાણે છે– 8 શ્રી રામ નામે રાજકુમાર કે જેની સીતા નામે સ્ત્રી હતી, તે પિતાના વચનથી પંચવટી વનમાં ગયો, ત્યાં રાવણ સીતાને હરી ગયે. એ વાત સાંભળતા તેને મારવા માટે હુંકાર કરતા રામની કોપથી કુટિલ થયેલ ભ્રગુટીવાળી દષ્ટિ તમારૂં રક્ષણ કરે. - દર્પણમાં પિતાનું માયાસ્ત્રીનું રૂપ જોતાં પિતાનામાં જ અનુરકત થયેલ કેશવ તમને સંપત્તિ આપે. . . . . . . . . . . . હું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust