________________ IIII IIIIII III પ શ્રી બપભદિસૂરિ ચરિત્ર. (131) સનપર પિતાના તે મિત્ર મુનીશ્વરને બેસાર્યા. ત્યાં ભારે પ્રભાવનાથી આનંદ પામતે શ્રી સંઘ સદા સદભાવથી ગુરૂરાજની પરમ ભક્તિ કરવા લાગ્યા. પછી નિરંતર રાજસભામાં આવતાં પણ કલુષિત ભાવથી રહિત એવા શ્રીમાન બપભટ્ટિસૂરિ રાજાની આગળ પુણ્ય-પથ પ્રકાશવા લાગ્યા– ' હે રાજન ! કલ્યાણરૂપ વૃક્ષના આરામને વૃદ્ધિ પમાડવામાં મેઘના પ્રવાહ સમાન અને પરમ પદને આપનાર એ એક ધર્મજ નિરાધારને શરણરૂપ છે. તેમાં પ્રથમ દાન અને તે સાત ક્ષેત્રોને વિષે આપવા બતાવેલ છે. વળી તેમાં પણ પ્રથમ જિનમંદિર સિદ્ધિદાયક છે, બીજું જિનબિંબનું નિર્માણ, ત્રીજું સિદ્ધાંત લેખન તથા ચતુર્વિધ શ્રી સંઘની ભકિત-એમ અનુક્રમે સાત ક્ષેત્રો કહેલ છે. તેમાં જિનમંદિર સર્વના આધારરૂપ છે કે જ્યાં જિને, અને શ્રુતધર સંઘને પ્રતિબોધ આપતા રહી શકે. જો તમારું સામર્થ્ય હાય, તો વિધિપૂર્વક તે જિનમંદિર કરાવો કે જેના પ્રભાવથી ઘણા ભવ્ય જને સદ્ગતિને પ્રાપ્ત કરી શકે.” એ પ્રમાણે ગુરૂનું વચન સાંભળતાં ચતુરશિરોમણિ અને ચંદ્ર સમાન ઉજવળ થશવાળ આમ રાજા કહેવા લાગ્યું કે-“હે ભગવન્! જ્યાં આપની દેશનાના કિરણે પ્રકાશી રહ્યાં છે, તે જ પૃથ્વી, દેશ, નગર, ભવન, તિથિ, માસ, ઋતુ અને વરસ ધન્ય છે.” એમ કહીને રાજાએ જિનમંદિર માટે ભૂમિલક્ષણને જાણતા તથા ભંડારના અધ્યક્ષ પુરૂષને આદેશ કર્યો. એટલે વિશ્વકર્મા સમાન બાહોશ કારીગરોએ ત્યાં સુકૃતના ઓચ્છવ અને મહાવિભૂતિપૂર્વક જિનમંદિરનો પ્રારંભ કર્યો. એમ કેટલેક દિવસે સર્વ લોકોના પ્રમોદની સાથે એ હાથ ઉંચું જિનમંદિર તૈયાર થયું, ત્યારે રાજાએ નવ રતલ પ્રમાણુ યુદ્ધ સુવર્ણની, ઉપમા વિનાની, ભારે પુણ્યવંત જનેને પ્રાપ્ય તથા ધાર્મિક પુરૂષેના મનમાં રમતી એવી શ્રી વધમાન સ્વામીની પ્રતિમા કરાવી. પછી પિતાના પરમ પદને સ્થાપવાને ઈચ્છતા એવા શ્રી બપ્પભટ્ટ મુનીશ્વરે તેની પ્રતિષ્ઠા કરી, તથા રાજાએ ગપગિરિપર લખ્યમય બિંબયુક્ત અને ત્રેવીશ હાથ પ્રમાણવાળું શ્રી વિરમંદિર કરાવ્યું અને ત્યાં સવા લાખ સોનામહેર ખરચીને એક મંડપ કરાવ્યું, તે જાણે પિતાનું રાજ્ય હોય તેમ મત્તવારણ (મદેન્મત્ત હાથી અથવા ગઢ) યુક્ત કરાવ્યું. . એ પ્રમાણે રાજા થકી સન્માન પામેલા, છત્ર-ચામરોથી શોભતા, રાજહસ્તીપર આરૂઢ થઈને જતા, મુખ્ય સિંહાસન પર બિરાજતા અને સરળ લોકોના મુખથી સ્તુતિ કરાતા એવા શ્રી બમ્પટ્ટિસૂરિ તે મિથ્યાત્વી લોકોને ઈર્ષ્યા ઉપજાવવા લાગ્યા. એવામાં દ્વેષી બ્રાહ્મણના સંસર્ગથી તેમના કહ્યા પ્રમાણે વર્તનાર રાજાએ એકદા આચાર્યને માટે અન્ય કોઈ રાજાનું સિંહાસન મંડાવ્યું, એટલે તેના આશયને જાણતા તથા અગાધ સત્ત્વશાળી મુનીશ્વરે પિતાની આકૃતિમાં વિક્રિયા બતાવ્યા વિના રાજાને પ્રતિબોધ આપે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust