________________ શ્રી હરિભદ્રસૂરિ ચરિત્ર ( 111 ) પુરૂષ નીકળ્યો છે?” ત્યારે તેણે સુભટને તે ધોબી બતાવ્યું. એટલે તરત તેણે અશ્વ દોડાવી પેલા ધોબીને પકડીને તે પિતાના સુભટને સે, પછી તેના કહેવાથી લશ્કર બધું પાછું વળ્યું. અહીં પ્રગટ રીતે પોતાના બુદ્ધિબળથી નિર્ભય થઈને પરમહંસ ચિત્રકૂટ નગર ભણું ચાલ્યા અને કેટલેક દિવસે તે ત્યાં પહોંચે ? કારણ કે ગુરૂના ચરણકમળને સમાગમ કયાંથી? એવામાં પોતાના સ્વામીને કાર્યસિદ્ધિ સમજીને કેટલાક બોદ્ધ સુભટોએ તે રાજાને શાંત કર્યો કારણકે પોતે બલિષ્ઠ છતાં અ૯૫કાર્યમાં દઢ સહાયને કેરું તજી દે? - પછી પરમહંસ પોતાના ગુરૂના સંગમરૂપ અમૃતનું પાન કરતાં તે શિર નમાવીને ગુરૂના પગે પડ્યો. એટલે તેમણે તેને દઢ આલિંગન આપતાં સંતુષ્ટ કર્યો. ત્યારે આંખમાં આંસુ લાવતાં તે તરત કહેવા લાગ્યો કે - “હે ભગવાન ! આપના તે વચન મને યાદ છે કે પરદેશ જતાં અમને જે વચનથી નિષેધ કર્યો હતો. હવે કુવિનીત શિષ્યના મુખથી વિતક વૃત્તાંત સાંભળે; એમ કહીને પોતાના જયેષ્ઠ બંધુના અવસાન સુધીનું ચરિત્ર તેણે કહી સંભળાવ્યું. એવામાં બોલતાં બોલતાં તેનું હૃદય ભેદાઈ ગયું, અહો ! બલિષ્ઠ મોહ પ્રાણને હેરે છે તે જોતાં હરિભદ્ર સૂરિ ચિંતવવા લાગ્યા કે “અહા ! આ મને કેવું સંકટ ઉપસ્થિત થયું અને અનુપમ ચરિત્રવાળા એવા વીતરાગની ભક્તિ સાધતાં પણ મને આવી નિરપત્ય દશા પ્રાપ્ત થઈ? નિર્મળ કુળમાં જન્મ પામેલા, વિનીત, યમ, નિયમાદિકમાં તત્પર, પ્રવીણ, પરમતને વિજય કરવાના પ્રગટ ચાતુર્યરૂપ પરિમલથી શોભિત, વિદ્વાનને માનનીય તથા પરદેશમાં રહેલા બૈદ્ધમતના શાસ્ત્ર જાણવાની ભાવનાથી દૂર ગયેલા એવા એ બને શિષ્યો મારા દુર્ભાગ્યે મરણ પામ્યા. હા! દૂરંત કર્મને ધિક્કાર છે. ! હું તેમના વિનય કે સમગુણને યાદ કરૂં કે ગુરૂચરણની તેમની અદ્ભુત સેવા સંભારૂં? અહો ! હું મારા તેવા પ્રકારના મંદ ભાગ્યને લીધે તેમની પરિચર્ચા જોઈ શક્યો નહિ. મુખમાં કવલ આપીને મેં તેમને ઉછેરી મોટા કર્યા અને પક્ષીના બચ્ચાની જેમ હજી તે પ્રબળ પક્ષ (પાંખ) રહિત હતા, વળી સપક્ષતાને અવસર આવતાંતો તે બીચારા દષ્ટિપથથી અદશ્ય થઈ ગયા. અહા ! આ દેહ સુચરિત્રરૂપ કાકને બાળવામાં ઉગ્ર અગ્નિની જવાળા સમાન તથા કલષતાના નિવાસરૂપ છે. એ સુશિષ્યોને ભારે વિરહ આવી પડતાં હવે મારે શું કરવું ? મારા ચિત્તથી શાંતિના પ્રકાર બધા નષ્ટ થવાથી હવે કઈ અધિકતા માટે મારે ધીરજ ધરવી ? લલિત વચનવાળા એ બંને શિષ્ય વિના મારા પ્રાણ કંજુસ જેવા બની ગયા છે.”. . એ પ્રમાણે વિચાર કરતાં પોતાના વંશને લઈને હરિભદ્રસૂરિને બે લેકોપર, ક્રોધ ઉત્પન્ન થયે. પિતે મહાન છતાં તે સ્વજન સંબંધી કાર્ય સુવિહિત શિષ્યવડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust