________________ શ્રી પ્રભાવક ચરિત્ર. દેવીએ છીનવી લીધું. તે યોગ્ય કર્યું. કારણકે આજ કાલના છે તેવા પ્રકારની શક્તિને શું ઉચિત છે. " ગુરૂના મુખથી એ વચન સાંભળતાં સાધુશિરોમણિ સિદ્ધસેન કહેવા લાગ્યા કે અજ્ઞાનના દોષથી જે શિષ્યો દુષ્કૃત ન જ કરે, તો હે નાથ ! પ્રાયશ્ચિત્તના શાસ્ત્રો ચરિતાર્થ કેમ થાય ? માટે હે ભગવન્! અવિનિત એવા મને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ કરે.’ ત્યારે વૃદ્ધવાદી ગુરૂએ વિચાર કરીને તેને આલોચના તપનું પ્રાયશ્ચિત્ત આપ્યું, પછી સિદ્ધસેન સૂરિને પિતાના પદે સ્થાપી, પોતે અનશનપૂર્વક આરાધના કરીને સ્વર્ગે ગયા એટલે સિદ્ધસેન મુની પણ શાસનની પ્રભાવના કરતા રાજાની અનુમતિથી વસુધાપર વિહાર કર્યો. એકદા બાલ્યાવસ્થાથી સંસ્કૃતના અભ્યાસી, કેવળજ્ઞાનીએ પ્રરૂપેલ પ્રાકૃતને વિષે આદરરહિત તથા પોતાના કષથી દૂષિત થયેલ એવા સિદ્ધસેનસૂરિએ લેકવાક્ય (લોકોના કહેવા ) થી તથા પિતાના સામર્થ્યથી સિદ્ધાંતને સંસ્કૃત બનાવવા માટે શ્રી સંઘને વિનંતિ કરી એટલે સિદ્ધાંતના પ્રભાવની મોટાઈને ન જાણતાં સંસ્કૃત માહિત થયેલ એવા તેમને સંઘના પ્રધાન પુરૂએ ચિત્તની કલુષતાને લીધે કર્કશ બનેલા વચનથી નિવેદન કર્યું કે-યુગપ્રધાન આચાર્યોના અલંકારને ધારણ કરનારા તથા આજ કાલના સાધુસમુદાયના મુગટ સમાન એવા આપ જેવા પૂજ્યની ચિત્તવૃત્તિમાં પણ જે અજ્ઞાનરૂપ શત્રુ આવીને ઉત્પાત કરશે, તે આજે અમારા જેવાની તો વાત જ શી કરવી? અમે પૂર્વના સંપ્રદાય થકી સાંભળેલ છે કે પૂર્વે ચિદંપૂર્વે સંસ્કૃત ભાષામાં હતા, તે પ્રજ્ઞાતિશયથી સાધ્ય હતા. આજે કાળના દોષથી તેને ઉશ્કેદ થયે અને હવે સુધર્મા સ્વામિએ કહેલ અગીયાર અંગ રહ્યા. બાળ, સ્ત્રી, મૂઢ, મૂખોદિ જનોના અનુગ્રહ માટે તે પ્રાકૃત ભાષામાં કર્યા. તો આપની એમાં અનાસ્થા કેમ છે? આતો વચન દેષથી તમે મોટું પાપ ઉપાર્જન કેયું. તેથી હવે એનું પ્રાયશ્ચિત તે શ્રુતના આધારે સ્થવિરેજ આપી શકે.” ત્યારે સ્થવિર બોલ્યા કે—જે બાર વરસ ગચ્છત્યાગ કરી, ગુપ્ત રેનસિંગે રહી દુરસ્ત તપ તપે, મહાદેષથી દૂષિત થયેલ આ મુનીંદ્રની એ પારાચિંક નામના પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય તેમ છે, નહિ તે જિનાજ્ઞાની વિરાધનાજ છે. વળી તે દરમ્યાન જે શાસનની અદ્ભુત કાંઈ પ્રભાવના કરે તો તેટલા વરસની અંદર પણ પિતાનું પદ પામી શકે.” પછી શ્રી સંઘની અનુજ્ઞા લઈને સાત્વિકશિરોમણિ સિદ્ધસેનસૂરિએ પોતાના વ્રતને અવ્યકતપણે ધારણ કરતાં ગચ્છનો ત્યાગ કર્યો. એમ ભ્રમણ કરતાં તેમણે સાત વરસ વ્યતીત કર્યા.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust