________________ શ્રી પ્રભાવક ચરિત્ર I TI પછી શ્રી રૈવતાચળની નીચે દુર્ગ પાસે ગુરૂમહારાજના મુખથી શ્રી નેમિના થનું ચરિત્ર સાંભળીને નાગાર્જુને કૌતુકથી સર્વ તેવા પ્રકારના આવાસાદિક કરાવ્યા. તેમાં શ્રી દશાહમંડપ, ઉગ્રસેનનું રાજભવન તથા વેદિકાપર વિવાહાદિકની વ્યવસ્થા કરાવી કે જે અત્યારે પણ ત્યાં ગયેલ ધાર્મિક જનોના જવામાં આવે છે. હવે પૃથ્વી પ્રતિષ્ઠાન નગરમાં સાતવાહન નામે રાજા કે જે સાર્વભૌમ સમાન અને ગુણોના સ્થાનરૂપ હતો, તથા શ્રી કાલિકાચાર્યને ભાણેજ અને યશસ્વી એ બલમિત્ર નામે રાજા ભગુકચ્છ નગરમાં રાજ્ય કરતો હતો. એક વખતે સાતવાહન રાજાએ એ નગરને ઘેરે ઘા, તેમાં હાર રહેતાં બાર વરસ નીકળી ગયા; છતાં તેનાથી તે નગર લેવાયું નહિ એટલે ચિરકાળે પણ તે દુર્ગ (કિલ્લો) દુહા સમજીને તે કંટાળી ગયે, એવામાં નાગાર્જુને તેના મુખ્ય મંત્રીને જણાવ્યું કે–“અહો ! ભેદના પ્રયોગથી હું દુર્ગ લેવરાવીશ, માટે મને નગરમાં મોકલે.” ત્યારે મંત્રીએ એ વાત કબુલ કરતાં નાગાર્જુન સૈન્યમાંથી ચાલી નીકળ્યા અને ભાગવતને વેષ લઈને નગરમાં દાખલ થયા. ત્યાં રાજભવનમાં જઈને તેણે રાજાને કહ્યું કે–“હે રાજન ! જીર્ણ દેવમંદિરને ઉદ્ધાર કરાવતાં અને સત્કારપૂર્વક મહાદાન આપતાં મહાપુણ્ય ઉપાર્જન થાય છે તેથી આ દુર્ગનિષેધ નિવૃત્ત થઈ જશે.” એટલે દુર્ગધથી ઉદ્વિગ્ન બનેલ રાજાએ તેનું વચન સત્ય સમજીને તે પ્રમાણે કરવા માંડયું, કારણ કે આપત્તિકાળે ધર્મોપદેશ કાર્ય સાધનાર થાય છે; પછી તેના ધર્મોપદેશથી રાજાએ બહાર ગેળાસહિત યંત્ર રચાવ્યા અને ધર્મ સ્થાને ભાંગવા માંડ્યા. એમ વારંવાર ભાંગતાં અને તૈયાર કરતાં બલમિત્રનું સર્વ દ્રવ્ય ખલાસ થવા આવ્યું, પછી મંત્રીની સલાહ પ્રમાણે સાતવાહન રાજાએ કિલ્લો લઈ લીધો અને રાજાને નિગ્રહ કરીને તે પ્રમોદપૂર્વક પિતાના નગરમાં આવ્યું. એ પ્રમાણે સાતવાહન રાજા પોતાનું રાજ્ય ચલાવતો હતો, તેવામાં એકદા તેના દ્વારે શાસ્ત્ર સંક્ષેપથી બોલનારા ચાર કવિ આવ્યા, એટલે પ્રતિહારે નિવેદન કરતાં રાજાની આજ્ઞાથી તે રાજભવનમાં આવ્યા અને શ્લોકનું એક એક ચરણ લઈને રાજાની આગળ બોલ્યા કે - વી માનનમાયઃ પિત્તર કાનાં તથા વૃક્ષતિરવિશ્વાસ પાંચાત્ત સ્ત્રીપુ માર્વવ” છે ? એટલે–આત્રેય ત્રાષિએ જીર્ણ થયા પછી ભજન કરવાનું કહેલ છે, કપિલઋષિએ પ્રાણીઓનીદયા બતાવેલ છે, બહસ્પતિએ સ્ત્રીઓને વિશ્વાસ ન કરવાનું કહેલ છે અને પાંચાલ કવીએ સ્ત્રીઓની સાથે મદુતા રાખવાનું કહેલ છે. એ પ્રમાણે સાંભળતાં પ્રથમ પ્રશંસા કરીને રાજાએ તેમને મહાદાન આપ્યું ત્યારે તેમણે કહ્યું કે—‘તમારો પરિવાર કેમ અમારી પ્રશંસા કરતો નથી?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust