________________ ( ર ) શ્રી પ્રભાવક ચરિત્ર. જણાવ્યું કે - આપની સાથે તેની અદ્ભુત મિત્રી છે.” એમ કહેતાં તે મૂત્રનું પાત્ર તેણે નાગાર્જુનને અર્પણ કર્યું. એટલે તેનું મોડું ઉઘાડીને તે જેટલામાં પિતાની દષ્ટિ આગળ તેણે ધર્યું, તેવામાં તેને ક્ષાર મૂત્રની દુર્ગધ આવી. તેથી તે સમજ્યો કે-અહો ! એની નિર્લોભતા કે મૂઢતા ઠીક લાગે છે.” એમ ધારી વિષાદ પામતા નાગાર્જુને પણ તે પાત્ર પત્થરપરભાંગી નાખ્યું. એવામાં ભેજન પકાવવા માટે દૈવયોગે શિષ્ય ત્યાં અગ્નિ સળગાવ્યો કારણ કે સિદ્ધ પુરૂષને પણ ક્ષુધા સહન કરવી દુર્લભ છે. એવામાં અગ્નિને વેગ થતાં મૂત્રથી તે પત્થર સુવર્ણ બની ગયું, એટલે એ સુવર્ણસિદ્ધિ જોતાં તે શિષ્ય અંતરમાં ભારે આશ્ચર્ય પામ્યો. પછી તેણે પોતાના સિદ્ધગુરૂને જણાવ્યું કે તે આચાર્ય પાસે અદ્દભૂત સિદ્ધિ છે, કે જેના મલમૂત્રાદિને સંગ થતાં પત્થર પણ સુવર્ણરૂપ થાય છે.” " એ પ્રમાણે સાંભળતાં સિદ્ધ નાગાર્જીન મનમાં અતિશય આશ્ચર્ય પામતાં ચિંતવવા લાગ્યો કે “સદા દરિદ્રતામાં રહેતાં મારી સિદ્ધિ શું માત્ર છે? ચિત્રાવેલી કયાં અને કૃષ્ણમુંડી (એક જાતની વનસ્પતિ) કયાં? શાકંભરી (દુર્ગા) નું લવણ કયાં અને વજાકંદ કયાં? દૂર દેશમાં રહેતાં અને ઔષધો એકત્ર કરતાં સર્વદા ભિક્ષાના ભેજનથી મારો દેહ પણ ગ્લાન થઈ ગયા છે, અને એ આચાર્ય તે બાલ્યાવસ્થાથી માંડીને લેકમાં પૂજાયા છે અને આકાશગામિની વિદ્યાથી સાધ્ય સાધતાં તે સદા સુખી છે; વળી જેના દેહમાં રહેલા મલમુત્રાદિક, માટી અને પત્થર વિગેરે દ્રવ્યના ગે સુવર્ણ સાધે છે, તેની શી વાત કરવી?” એમ ધારી પોતાના રસ-ઉપકરણ મૂકીને નાગાર્જુન પાદલિપ્ત ગુરૂ પાસે ગયા અને મદરહિત બની, વિનયથી મસ્તક નમાવી પ્રણામ કરીને તે કહેવા લાગ્યો કે–“હે નાથ! દેહસિદ્ધ અને સ્પૃહાને જીતનાર એવા આપને જેવાથી મારે સિદ્ધિને તે ગર્વ સર્વથા ગળી ગયો છે. માટે સદાએ હું આપના ચરણ કમળમાં સંલગ્ન થવા ઈચ્છું છું. મિષ્ટાન્ન પ્રાપ્ત થતાં તુચ્છ ભજન કેને ભાવે ?" પછી પ્રશાંત બુદ્ધિથી નાગાર્જુન શ્રી પાદલિપ્તસૂરિની, ચરક્ષાલનાદિકથી નિરંતર દેહશુશ્રુષા કરવા લાગ્યો. એવામાં મુનિઓ જ્યારે અન્યત્ર વિહાર કરી ગયા, ત્યારે સૂરિ પૂર્વે કહેલ પંચ તીર્થોપર આકાશમાર્ગે જઈ, ત્યાં ભગવંતને વંદન કરી એક મુહૂર્તમાં નિયમપૂર્વક તે પાછા આવ્યા, કારણ કે કળિયુગમાં તે વિદ્યાચારણ સમાન લબ્ધિવાળા હતા. તે તીર્થવંદન કરીને આવ્યા, ત્યારે ઔષ ને જાણવાની ઈચ્છાથી નિર્વિકાર નાગાર્જુને તેમના ચરણનું પ્રક્ષાલન કર્યું. તેમાં સુંઘતાં, વિચારતાં, જોતાં, ચાખતાં અને સ્પર્શ કરતાં તેણે પોતાના બુદ્ધિબળથી એક સાત ઔષધિઓ જાણું લીધી. પછી ઔષધને મેળવી, ઘુંટી એક રસ કરીને તેના વતી તેણે પોતાને પગે લેપ કર્યો અને આકાશ તરફ ઉડવા માંડયું, પરંતુ કુકડાની જેમ ઉંચે ઉછળીને તે નીચે પડવા લાગ્યો. એમ ઉંચા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust