________________ શ્રીકારકસરિ ચરિત્ર ( 5 ). એ પ્રમાણે સાગરસૂરિને શિક્ષા આપી તેને માર્દવગુણ યુક્ત બનાવ્યા, પછી સંગહિન અને પવિત્રમતિ એવા ગુરૂએ અન્યત્ર વિહાર કર્યો. શ્રી આર્યરક્ષિતની કક્ષા પ્રમાણે ઇંદ્રના પ્રશ્નાદિક તે શ્રી સીમંધરના નિદાખ્યાન પૂર્વ થકી જાણ લેવા. શ્રી જિનશાસનરૂપ પૃથ્વીને ઉદ્ધાર કરવામાં કચ્છપરૂપ અને સમાદિક ગુણના નિધાન એવા શ્રી કાલકસૂરિ પ્રાંતે સમાધિપૂર્વક કાળ કરીને સ્વર્ગે ગયા. શ્રુતસાગરથી પ્રવર્તેલ, સત્ય પ્રભાવને બતાવનાર એવું, શ્રીમાન સંમનિધાન કાલકસૂરિનું ચરિત્ર, પોતાના ગુરૂમુખથી સાંભળીને મેં યથામતિ રચ્યું, એ શ્રી સંઘના અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર અને કલ્યાણ-લક્ષ્મીને આપનાર થાઓ. વિબુધ જને તેને વાંચે અને કેટી વર્ષો પર્યત તે જયવંત વર્તો. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરમાં હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પિતાના વિચારપર લેતાં, શ્રી પ્રદ્યુમ્નસૂરિએ શોધીને શુદ્ધ કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી કાલકસૂરિના ચરિત્રરૂપ ચતુર્થ શિખર થયું. - ઈતિ-શ્રી કાલકસૂરિપ્રબંધ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust