________________ - શ્રી કાલરિ ચરિત્ર, (43) મહોત્સવ થવાનો છે. માટે શ્રી પર્વે છઠ્ઠના દિવસે કરે. કારણ કે લકિક પર્વ આવતાં લોકોનું ચિત્ત ધર્મકાર્યમાં ઉત્સાહયુક્ત થતું નથી.” ત્યારે આચાર્ય બોલ્યા–“હે રાજેદ્ર! પૂર્વે જિનેશ્વરએ અને ગણધરોએ પંચમીનું અતિક્રમણ કર્યું નથી. વળી “એ પર્વ તેજ દિવસે થાય; " એમ અમારા ગુરૂએ કહેલ છે. મેરૂ શિખર કદાચ કંપાયમાન થાય અથવા સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, તથાપિ પંચમીની રાત્રિને ઓળંગીને એ પર્વ ન થાય.” એટલે રાજાએ કહ્યું—“હે પ્રભો! તે પર્યુષણ પર્વ ચતુર્થીના દિવસે કરે.” ગુરૂ બેલ્યા–એમ થઈ શકે, કારણ કે એ વચન પૂર્વાચાર્યોએ પણ માન્ય કરેલ છે. વળી એવું શાસ્ત્રવચન પણ છે કે–પંચમી પહેલાં પણ પર્યુષણ પર્વ કરી શકાય.” એમ સાંભળતાં રાજાએ હર્ષ પૂર્વક જણાવ્યું કે -" એ બહુજ ઈષ્ટ છે. કારણ કે અમાવાસ્યાના દિવસે મારી રાણીઓ પિષધમાં રહીને પોંપવાસ કરશે અને એકમના દિવસે પારણું કરશે. વળી અઠ્ઠમતપ કરનારા નિગ્રંથ મહાત્માઓ તે દિવસે પ્રાસુક આહારથી શ્રેષ્ઠ ઉત્તર પારણું કરી શકશે.” ત્યારે આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે હે રાજન ! પંચમહાદાન આપતાં જીવ દુષ્કર્મસાગરથી વિસ્તાર પામે છે. તેમાં માગેશ્રાંત થયેલ, ગ્લાન, લેચ કરનાર; બહુશ્રુતને અને ઉત્તર પારણે આપવામાં આવેલ દાન મહાફળ આપનાર થાય છે.” ત્યારથી કષાયને શાંત કરવામાં કારણભૂત એ મહાન સાંવત્સરિક પર્વ પંચમીથી ચતુથીમાં આવેલ છે. એ પ્રમાણે શાસનની પ્રભાવના કરતાં શ્રી કાલ કાચા કેટલાક દિવસ પરમ સંતેષથી વ્યતીત કર્યો. એકદા તેવા સમયે સૂરિમહારાજના પણ શિષ્ય કર્મના દોષથી અવિનયી અને દુર્ગતિના એક દેહદરૂપ થયા. ત્યારે આચાર્યો શય્યાતરને વિપરીત વચન કહેતાં જણાવ્યું કે કર્મબંધને નિષેધ કરવા અમે અન્ય સ્થાને જઈશું, અને તારે એ શિષ્યોને પ્રિય અને કર્કશ વચનથી સમજાવીને કહી દેવું કે–ગુરૂ વિશાલા નગરીમાં પ્રશિષ્ય પાસે ગયા.' એમ કહીને ગુરૂ ત્યાં ચાલ્યા ગયા. હવે પ્રભાત થતાં ગુરૂને ન જેવાથી શિષ્ય નીચા મુખ કરીને પરસ્પર કહેવા લાગ્યા કે–આ શય્યાતરને આપણું ગુરૂની અવશ્ય ખબર હશે. એ આપણો દુર્વિનય હવે શાખારૂપે વિસ્તાર પામે” પછી તેમણે શય્યાતરને પૂછયું, . એટલે તેણે યથોચિત કહીને ગુરૂની સ્થિતિ. તેમને નિવેદન કરી. જેથી તે બધા વેગથી ઉજજયની તરફ ચાલી નીકળ્યા, એટલે માર્ગે જતાં લોકોએ તેમને પૂછયું, P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust