________________ ( 32 ). શ્રી પ્રભાવક ચરિત્ર હવે પોતાની સાસુના દુર્વચનથી દૂભાયેલ અને વિનીત જનેમાં શિરોમણિ - એવી વેરે ઘા પોતાના કર્મને દોષ દેતી તે દિવસે દિવસે કુશ થવા લાગી. એવામાં નાગેન્દ્રના સ્વપનથી સૂચિત એવા પુણ્યશાલી ગર્ભને રત્નને રત્નગર્ભાની જેમ તે ધારણ કરવા લાગી. ત્રણ મહિના પૂર્ણ થતાં રસમાં પ્રીતિવાળી એવી વેરોદ્યાને, વિરોધીઓને પરાસ્ત કરનાર એ પાયસ–ભજનને દઢ દેહદ ઉત્પન્ન થયે. એવામાં શ્રી આર્યદિલસૂરિ કે જે સાડાનવ પૂર્વેના જ્ઞાતા હતા તે પોતાના સાધુ પરિવાર સહિત ત્યાં ઉદ્યાનમાં પધાર્યા. અહીં વૈદ્યા સગર્ભા છતાં તેની મૂખ સાસુ કટુ વચનથી તેને વારંવાર સતાવવા લાગી, વળી તે એવું પ્રતિકૂળ બોલતી કે–આ નિર્ભાગ્ય શિરોમણિને પુત્ર કયાંથી થાય? પીયર રહિત અને દારિદ્રયની એક વાવડી તુલ્ય એવી એને તો પુત્રીજ પ્રાપ્ત થવાની.” આવા દુર્વચનથી ખેદ પામતી વેરેદ્યા આચાર્ય મહારાજને વંદન કરવા ગઈ, કારણ કે પ્રતિગૃહે કાંઈ ચિત્યગૃહ હોતા નથી. પછી ગુરૂ મહારાજને વંદન કરી અશ્રુ પાડતાં તે કહેવા લાગી કે–“હે ભગવન્ ! પૂર્વભવે મેં અંબા (સાસુ) ની શું વિરાધના કરી છે કે જેથી તે અત્યારે મારા પર ભારે વિરોધ ધરાવે છે?” છે ત્યારે ગુરૂ બોલ્યા–“હે ભદ્ર! લેકને પૂર્વકૃત કર્મથીજ સુખ-દુ:ખ પ્રાપ્ત થાય છે. તો વિવેકી જને તેમાં અન્યને દેષ કેમ આપે? મનુષ્ય જન્મ દુર્લભ છે, તે પ્રાપ્ત થતાં ક્ષમા લાવવી એજ ઉત્તમ છે. એ ક્ષમાને આદર કરતાં હળવે હળવે બધું શુભ થવાનું. વળી હે વત્સ ! પાયસ સંબંધી તારે દેહદ જ્ઞાનથી મારા જાણવામાં આવ્યો છે, તે પણ પુણ્યથી પૂર્ણ થશે.” એ પ્રમાણે વચનામૃતથી આચાર્ય મહારાજે તેને શેકાગ્નિ શાંત કર્યો એટલે શીતલ થયેલ વૈદ્યા ગુરૂ વચનને હૃદયમાં સંભારતી તે પોતાના ઘેર આવી. , પછી ચૈત્રી પૂર્ણિમાના દિવસે વૈદ્યાએ ઉપવાસ કરીને પુંડરીક તપ કર્યો, એટલે પદ્મયશા તેની સાસુએ તે તપનું ઉદ્યાપન કરવા માંડયું. તે દિવસે ગુરૂ અને સાધમઓને પાયસથી પૂર્ણ પાત્ર આપીને તેમનું વાત્સલ્ય કરવામાં આવે છે. એ બધું કર્યા પછી તેણે અવજ્ઞાપૂર્વક વધુને અછડું પાયસાન્ન આપ્યું. અહો ! ગુણને દૂષિત કરનાર દર્પને ધિક્કાર છે. પછી દેહદના માહાસ્યથી તે અવશિષ્ટ કાંઈક પાયસને વસ્ત્રમાં બાંધી, ઘડામાં નાખીને તે પાણી ભરવાના બાને બહાર નીકળી ગઈ, ત્યાં ઘટને વૃક્ષ નીચે મૂકી સદાચારવતી અને પાયસનું ભક્ષણ કરવામાં મને રથ કરતી તે જેટલામાં પાદશચ કરવાને જલાશય તરફ ગઈ, તેવામાં અલિંજર નાગેદ્રની કાંતા રસાતળ થકી ત્યાં આવી અને પાસમાં લુબ્ધ બનેલ તેણે ભમતાં ભમતાં ઘટમાં તે પાયાન્ન દીઠું. એટલે વસ્ત્ર ખંડમાંથી બહાર કહાડીને તેણે પાયસનું ભક્ષણ કર્યું અને પછી તે પન્નગપ્રમદા જેમ આવી હતી, તેમ પાતાળમાં પાછી ચાલી ગઈ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust