________________ ( 6 ) - શ્રી પ્રભાવક ચરિત્ર. એટલે તે વૃદ્ધ મુનિને સમજાવતાં આચાર્ય બાલ્યા- હે તાત! વૈયાવત્યાદિક સદગુણેથી આ સાધુઓ અમારા કરતાં પણ શ્રેષ્ઠ છે, તો એમને તે આપ અને પોતાના જન્મને સફળ કરો એમ સાંભળતાં પુરહિત મુનિએ કહ્યું કે— હું લાવેલ અશનાદિક જે આ બાલ-ગ્લાનાદિ સાધુઓને ઉપકારી થાય, તે પછી એ ઉપરાંત બીજું સુકૃત કર્યું?” એમ બોલતાં તે વૃદ્ધ મુનિ ભિક્ષામાં આદર લાવી, દાનમાં એક શુદ્ધ બુદ્ધિને ધારણ કરવાથી ગચ્છમાં તે પરમ આરાખ્યપણાને પામ્યા. - હવે તે ગ૭માં ઈદ્ર સમાન તેજસ્વી, પોતાની પ્રતિભાશકિતથી શાસ્ત્રાર્થને જાણનાર તથા સંતોષના સ્થાનરૂપ ઘત-પુ૫મિત્ર, વસ્ત્ર-પુ૫મિત્ર અને દુબળા-પુ૫મિત્ર એ નામના ત્રણ મુનિ હતા. તેમાં ધૃત-પુષ્પમિત્રને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી એમ ચાર પ્રકારની લબ્ધિ હતી. એટલે દ્રવ્યથી ધૃતજ હિય, ક્ષેત્રથી અવંતિદેશ હાય, કાલથી જયેષ્ઠ કે અષાઢ હોય અને ભાવથી આ પ્રમાણે સમજવું –દરિદ્ર બ્રાહ્મણ છ મહિના પછી પ્રસવ કરનારી હોય, તેથી તેના પતિએ ભિક્ષા માગીને ધૃત એકઠું કરેલ હોય. એવામાં આજકાલ પ્રસવ થવાને હોય, તેવા સમયે ક્ષુધાથી બાધા પામતો પોતાને પતિ જે તે ધૃત માગે, છતાં અન્યને નિરાશ કરવાના ભયથી પત્ની તેને અટકાવે. પણ તે મુનિ જે ધૃત માગે, તે તેને હર્ષપૂર્વક તે સ્ત્રી આપે, એટલે ગચ્છને જેટલાની જરૂર હોય તેટલું તે ભાવથી પામી શકે. હવે વસ્ત્ર પુષ્પમિત્રનું લક્ષણ આ પ્રમાણે છે. દ્રવ્યથી તે વસ્ત્ર પામી શકે, ક્ષેત્રથી મથુરા નગરી હેાય. કાલથી વર્ષાઋતુ, શીયાળો કે હેમંતઋતુ હોય અને ભાવથી આ રીતે સમજવું એ લબ્ધિવિશેષ તેમને ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ, કઈ અનાથ મહિલા કપાસ વિણવાની મજુરીના દ્રવ્યથી રૂને એકત્ર કરે, તે પિતે કાંતે અને વણકરોના ઘરે પોતે કામ કરી, તે પગારમાંથી તેમની પાસે તે વસ્ત્ર વણાવે, વળી પિતે વસ્ત્રરહિત છતાં તે મુનિ જે વસ્ત્ર માગે, તો તે અનાથ અબળા તે વસ્ત્ર પણ મુનિને આપી દે. હવે દુબળા-પુષ્પમિત્ર પણ પોતાની લબ્ધિથી પુષ્કળ વૃત પામે છે અને વેચ્છાએ તે તેનું ભક્ષણ કરે છે, છતાં નિરંતરના પાઠના અભ્યાસથી તે દુર્બળ રહે છે. પોતાની બુદ્ધિની વિશેષતાથી તેણે નવ પૂર્વને અભ્યાસ કરેલ છે, છતાં “મારૂં શ્રુત વિસ્મૃત ન થાય, એવા હેતુથી તે અહોરાત્ર અભ્યાસ કર્યા કરે છે. તેના બંધુએ દશપુરમાં રહેતા હતા. તે બોદ્ધ ધર્મના પ્રખ્યાત ઉપાસક હતા. કોઈવાર તેમણે આચાર્ય મહારાજ પાસે આવીને કહ્યું કે–તમારા આ ધર્મમાં ધ્યાન નથી.” આહાર મેળવવાની શકિત. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust