________________ (22) શ્રી પ્રભાવક ચરિત્ર.” ત્યારે સોમદેવ કહેવા લાગ્યું કે–“હે વત્સ ! કુલીનપણે તે આચરેલ દુષ્કર તપ, મારે અત્યારે ઉચિત છે; પરંતુ પુત્રી, જમાઈ અને તેના બાળકોના લાલનપાલનથી મેહ-પ્રવાહમાં તણાતી એવી મૂઢમતિ તારી માતા આ ભવસાગરને પાર શી રીતે પામી શકે ?" એ પ્રમાણે પિતાનું વચન સાંભળી આર્ય રક્ષિત ચિંતવવા લાગ્યા કે મિથ્યાત્વના સ્થાનરૂપ એવો પિતા જે કઈરીતે પ્રતિબોધ પામે અને તપશ્ચરણથી શુદ્ધ થાય તો દઢ સંપત્તિને લીધે કઠિન વખાણની ભૂમિ સમાન એવી મારી માતા તેના પ્રભાવથી બોધ પામે, અને તેથી મોક્ષમાર્ગ સીધો થઈ જાય; એમ ધારીને આર્યરક્ષિત રૂદ્રમાને કહેવા લાગ્યા કે—માતા ! મારા પિતા શું કહે છે, તેને તે તમે વિચાર કરે. તે તમને દુર્બોધ્ય માને છે અને પોતાને જ્ઞાનના મહાનિધાનરૂપ સમજે છે. વળી તમારા આદેશથી દષ્ટિવાદનો અભ્યાસ કરતાં મારા ચિત્તમાં સંસાર-સાગર તરવાની ઉત્કંઠા ઉપન્ન થઈ અને શ્રી વાસ્વામી મને પ્રાપ્ત થયા. આ કળિકાળમાં તે સુનંદાજ ધન્ય છે કે જેણે શ્રીવા જેવા પુત્રને જન્મ આપ્યો. હે માતા ! એક ગુણથી તમને તે કરતાં પણ હું અધિક માનું છું. પ્રથમ પુત્રના રૂદનથી ખેદ પામતાં તેણે આજે ભાવથી તે બાળકના પિતા મુનિને તે સંખ્યા અને પાછળથી તે બાળકના નિમિત્તે વિવાદ કર્યો, પણ તમે તે મને અભ્યાસ કરવા માટે શ્રીમાન્ તોસલિપુત્ર ગુરૂને સેં, તેમાં મને સંસાર સાગરથી પાર ઉતરવાનો જ તમારો હેતુ હતો. પુણ્યહીન જનને અતિદુર્લભ એવા વાસ્વામીના હું ચરણ-શરણે ગયો. ત્યાં પૂને અભ્યાસ કરીને હું પુનઃ તમારી પાસે આવ્યું. માટે પરિવાર સહિત તમારે પોતાના પ્રયત્નપૂર્વક મહાવ્રત આદરીને ભવ–મરૂભૂમિને અવશ્ય પાર પામવાનો છે.” એટલે રૂદ્રોમાં કહેવા લાગી કે–પુરોહિતજી તો સરળ સ્વભાવના હિોવાથી એમ કહે છે કે–રૂદ્રમા કુટુંબની ઉપાધિથી વ્યગ્ર છે, તેથી એ વ્રત લેવાને અસમર્થ છે. તો હવે પ્રથમ મનેજ શીધ્ર દીક્ષા આપે. એટલે પરિવાર પણ જે મારા પર દ્રઢ અનુરાગી હશે, તે પોતે મારી પાછળ વ્રત ગ્રહણ કરશે.” ત્યારે આર્ય રક્ષિત પિતાને કહેવા લાગ્યા હે તાત ! મારી માતા તો દીક્ષા લેવાને તૈયાર જ છે, આ લેકમાં તમે તીર્થરૂપ છે, તેથી તમારું વચન હું માન્ય કરૂં છું.” પછી પુરે હિતને પરિવાર પરસ્પરના સ્નેહને લીધે “હું પ્રથમ હું પ્રથમ” એમ ઉતાવળથી દીક્ષા લેવાને માટે તૈયાર થયો. એટલે આર્ય રક્ષિતસૂરિએ તેમના કેશન લેચ કરીને સામાયિક વ્રતના ઉચારપૂર્વક તેમને દીક્ષા આપી. તે બધાએ વિચાર કર્યા વિના સ્થવિરક૫ને વેશ ધારણ કરી લીધે, પરંતુ સમદેવે મંદ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust