________________ શ્રી આરક્ષિતસૂરિ. (17) પોતાના બાળકરૂપ મને પ્રસન્ન થઈને દીક્ષા આપતાં આપને અન્ય દેશમાં વિચરવું પડશે; કારણ કે તેથી શાસનની લઘુતા ન થાય.” એ વાક્યનો સ્વીકાર કરતાં ગુરૂ મહારાજે સાર્વજ્ઞ મંત્રથી મંત્રીને તેના મસ્ત કપર વાસક્ષેપ નાખે, અને પૂર્વના અભિલાષિ આર્ય રક્ષિતનાકલેશની જેમ કેશને સામાયિક વ્રતના ઉચ્ચારપૂર્વક લગ્ન કર્યો. તેણે ગૃહસ્થવેષ ઈશાન ખૂણે તજી દીધે એટલે ગુરૂએ તેને તવસ્ત્ર પહેરાવીને અતિવેષથી ચેજિત કર્યો. પછી નવદીક્ષિત આર્ય રક્ષિતને આગળ કરીને તેમણે તરતજ અન્યત્ર વિહાર કર્યો. ત્યાં ગુરૂમહારાજે તેને મૂલ સહિત અંગોપાંગાદિક ગ્રંથે ભણાવ્યા અને તેવા તેવા તપ વિધાનથી તેમને કેટલાક પૂર્વે પણ ભણાવ્યા. તેમણે પૂર્વે સહિત શાસ્ત્રોને અભ્યાસ કર્યો હિતાહિત જાણવામાં કુશળ થયા. વિનય પૂર્વક પોતાના આચારને પાળવા લાગ્યા અને વ્રતના સ્વરૂપને પણ તેઓ બરાબર સમજી શક્યા. પછી શેષ પૂર્વેનો અભ્યાસ કરવા માટે ગુરૂ મહારાજે તેમને ઉજજયિની નગરીમાં શ્રી વજાસ્વામી પાસે મોકલ્યા એટલે ગીતાર્થ મુનિઓની સાથે આર્ય રક્ષિત ત્યાં ગયા અને તે વખતે તેમણે શ્રી ભદ્રગુપ્ત સૂરિના ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો એટલે તેમને બરાબર ઓળખી તેમણે આલિંગન પૂર્વક ભેટીને કહ્યું કે હે પૂર્વાભિલાષી આર્ય રક્ષિત! તને કુશળ છે ? આ મારી અંતિમ અવસ્થામાં તું મારે સહાયક થઈને મને મદદ કર, કારણકે કુલીન પુરૂષની એવી સ્થિતિ હોય છે. એટલે આર્યરક્ષિત મુનિએ તે કબુલ કર્યું અને તે ભદ્રગુપ્તસૂરિની એવી : ઉપાસના સેવા કરવા લાગ્યા કે જેથી તે સૂર્યના ઉદયાસ્તને પણ જાણતા નહિ. એકદા પરમ સમાધિમાં લીન થયેલા ભદ્રગુપ્ત સૂરિએ હર્ષપૂર્વક આર્યક્ષિત મુનિને કહ્યું કે–“હે વત્સ” તારા વૈયાવચ્ચથી હું ક્ષુધા તૃષાનો ખેદ પણ જાણતો નથી, તેથી જાણે આ લેકમાંજ મને દેવલોક પ્રાપ્ત થયેલ હોય તેમ સમજુ છું. હવે તને મારે કંઈક ગુપ્ત કહેવાનું છે. તો સાવધાન થઈને સાંભળ–શ્રી વજા સ્વામીની પાસે તારે અભ્યાસ તો કરે; પરંતુ હંમેશાં તું અલગ ઉપાશ્રયમાં આહાર પાણી અને શયન કરજે; કારણ કે તેમની મંડળીમાં એકવાર પણ જે આ હાર કરે અને રાત્રે તેમની પાસે શયન કરે, તેને તેમની સાથે નાશ થાય. તું પ્રભા વક અને આહંત શાસનરૂપ મહાસાગરને કૌસ્તુભમણિ સમાન છે. વળી સંઘનો તું આધાર થવાને છે, માટે મારું આ વચન માન્ય કરજે. એમ હું ઈચ્છું છું.” ત્યારે સૂરિમહારાજના ચરણે શિર નમાવી, નિશ્ચય કરીને તેમણે કહ્યું કે— હે પ્રભે ! એ આપનું વચન મારે કબુલ છે. કારણકે વિનીત શિષ્યોની એવી જ સ્થિતિ હોય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust