SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હેમચંદ્રસૂરિ.. 103 પ્રબન્ધમાં ખુલાસો નથી છતાં બીજા ગ્રન્થ ઉપરથી જણાય છે કે સં. 1215 ની આસપાસમાં કુમારપાલે શ્રાવકના બારવ્રત ગ્રહણ કર્યા, અને પિતાના તાબાના સર્વદેશોમાં પશુવધ બંધ કર્યો અને સાત વ્યસન (1 જુગાર, 2 માંસ 3 મદિરાપાન, 4 વેશ્યાગમન 5 શિકાર, 6 ચેરી, 7 પરસ્ત્રીગમન) ને પણ દેશવટ્ટો દીધે, એટલું જ નહિ પણ અપુત્રિયાનું ધન લેવાનું પણ રાજા કુમારપાલે બન્ધ કર્યું અને પિતાની યથાર્થ ધર્મપણાની છાપ પાડી. - કુમારપાલે અણોરાજ ઉપરની ચઢાઈ વખતે ભગવાન અછતનાથની જે માનતા કરી હતી, તેની મૂર્તિ રૂપે તેણે તારંગાજી ઉપર 24 ચોવીશ ગજ ઉંચું દેહરૂ કરાવ્યું અને તેમાં 101 એકસો એક આંગલ [ઈચ] પ્રમાણ પ્રતિમા સ્થાપિત કરી, મત્રી ઉદયનને બીજો પુત્ર અંબડ કે જેણે કોકણના રાજા મલ્લિકાર્જુનનું મસ્તક છેવું હતું અને જે અનેક મલોને સુબે હતા તેણે ભરૂચના શકુનિકાવિહારને ઉદ્ધાર કરાવ્ય ને સં. 1216 માં આચાર્ય હેમચન્દ્રસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. રાજા કુમારપાલની હેમચન્દ્રસૂરિ ઉપર અનન્ય શ્રદ્ધા હતી, તે હેમચન્દ્રનું વચન કેઈ કાળે લાપતા ન હતા, એટલું જ નહિ પણ તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે કોઈ પણ કાર્ય આચાર્ય હેમચન્દ્રના કાને નાખ્યા વગર કરવું નહિ.” કહે છે કે કુમારપાલે હેમચન્દ્રના ઉપદેશ પ્રમાણે સિધુ દેશની પ્રાચીન રાજધાની વીતભયપત્તનમાં પ્રાચીન ખંડેર ખોદાવ્યાં હતાં અને તેમાંથી તેને પ્રાચીન જિન મૂર્તિ હાથ લાગી હતી, જે પાટણમાં લઈ જઈને સ્થાપના કરી હતી. આચાર્ય હેમચન્દ્ર બે દિશામાં કામ કર્યું. એક તે રાજાને પ્રતિબોધ આપીને જૈન ધર્મને અને જૈન સિદ્ધાન્તને દેશભરમાં પ્રચાર કરાવ્યો અને બીજું સર્વાગીય સાહિત્ય રચીને કેવલ જૈન સમાજનું નહિ પણ ગુજરાત દેશનું પણ મુખ ઉજજવલ બનાવ્યું હેમચન્દ્ર રચેલ વિપુલ ગ્રન્થ રાશિમાંથી નીચેના ગ્રન્થને નામોલ્લેખ પ્રબન્ધકારે કર્યો છે. 1 યોગશાસ્ત્ર, 2 વ્યાકરણ પંચાગ સહિત 3 પ્રમાણશાસ્ત્ર, 4 પ્રમાણ મીમાંસા, 5 છન્દશાસ્ત્ર, 6 અલંકાર ચૂડામણિ. 7 એકાÁકેશ (અભિધાનચિત્તામણિ) 8 અને કાર્યકેશ (અનેકાર્થસંગ્રહ) ૯દેશ્યકોશ (દેશી નામમાલા) 10 નિઘંટુ, 11 ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર 12 દ્વયાશ્રય મહાકાવ્ય, 13 વીતરાગસ્તવ. આ ઉપરાંત બીજા પણ કેટલાક હેમચન્દ્રનાં ગ્રંથનાં નામો નીચે પ્રમાણે જાણ વામાં આવ્યાં છે. 1 અનેકાથશેષ 2 અભિધાન ચિન્તામણિ, 3 ઉણાદિ સૂત્ર વૃત્તિ, 4 ઉણાદિસત્રવિવરણ 5 ધાતુપાઠ અને વૃત્તિ, 6 ધાતુપારાયણ અને વૃત્તિ, 7 ધાતુમાલા, 8 નિઘંટ શેષ, 9 બેલાબલસૂત્રવૃત્તિ, 10 શેષ સંગ્રહ નામમાલા, 11 શેષ સંગ્રહ નામમાલા સારોદ્વાર. 12 લિંગાનશાસનવૃત્તિ અને વિવરણુ, 13 પરિશિષ્ટ પર્વ, 14 હેમવાદાનુશાસન 15 હેમન્યાયાર્થ મંજૂષા, 16 મહાવીર કાત્રિશિકા અને વીર ઠાત્રિશિકા, એ ઉપરાન્ત પાણ્ડવ ચરિત્ર, જાતિવ્યવૃત્તિન્યાય, ઉપદેશમલા અન્યદર્શનવાદ વિવાદ, ગણપાઠ આદિ અનેક ગ્રન્થ હેમચન્દ્રકત ગણાય છે પણ તે એમના જ કરેલા છે કે અન્યના તે નિશ્ચિત નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036467
Book TitlePrabhavak Charitra
Original Sutra AuthorN/A
AuthorPrabhachandrasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages459
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size446 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy