________________ - 53 પોષ મહિનાના કૃષ્ણપક્ષમાં ભદ્રામાં ચૌદશ તિથિએ મૂળ નક્ષત્રના યોગમાં ચંદ્રમાં હોતે છતે રાત્રિને દિવસે પુત્રને જન્મ આપે. હવે રાણ દેહલાથી જ ગર્ભથી ભય પામેલી તે જન્મેલા પુત્રને કરાવેલી કાંસાની પેટીમાં નાખ્યો. રાજા અને પિતાની નામાંકિત દ્રવ્ય મુદ્રિકા અને પત્રની સાથે રત્નોથી ભરીને તે પેટને દાસી વડે યમુનાના જલમાં નાંખી રાજાને પુત્ર થયું અને મરી ગયો એમ રાણીએ કહ્યું. હવે તે પેટીને નદી શૌર્યપુર નગરમાં લઈ ગઈ. સવારના શૌચ માટે આવેલા સુભદ્રનામા રસવણિકે તે પિટીને જોઈને જલમાંથી બહાર કાઢી તેની અંદર પત્ર, રત્નમુદ્રા સહિત તે બાલકને બાલચંદ્રની જેમ જોયો તે પછી ઘરે લઈ જઈને પિતાની મૃતવત્સા પત્નીને હર્ષ પૂર્વક અર્પણ કર્યો. છે તે દંપતીએ “કંસ એવું નામ આપ્યું. અને તે મોટો થતાં કલહપ્રિય થઈ બાળકોને મારવા લાગ્યો. તેથી તે વણિકને લોકોના ઓલભા રોજ આવવા લાગ. તે પછી તે દશ વર્ષના બાળકને વસુદેવકુમારને સેવકના રૂપમાં અપર્ણ કર્યો. અને તે તેને ઘણું જ પ્રિય થઈ પડ્યો. વસુદેવની સાથે સર્વ કળાઓને કંસે પણ શીખી. સાથે રમ્યા અને સાથે જ યૌવનાવસ્થા પામ્યા. તે બન્ને વાસુદેવ કંસ એક રાશિમાં ગયેલા સોમ અને મંગલની જેમ શેભે છે. આ બાજુ શુક્તિમતી નગરીમાં વસુરાજાને પુત્ર સુવસુરાજા જે કોઈ પણ કારણથી નાશીને નાગપુરમાં આવ્યો અને ત્યાં તેને બૃહદ્રથ પુત્ર થયો તે રાજગૃહમાં આવ્યો. -ત્યાં તેની પરંપરામાં જયદ્રથ રાજા થયો. તેનો પુત્ર જરાસંધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust