________________ સુર-સેમ ભાઈ અને વિમલબોધ મંત્રી તે સર્વે પણ તેમની સાથે દીક્ષા ગ્રહણ કરી. તપ તપીને આયુષ્ય પૂર્ણ કરીને આરણ દેવલેકમાં ઈન્દ્રના સામાનિક દેવ પરસ્પર પ્રીતિવાળા થયા. ઇતિ પંચમષષ્ટમ ભવ. અથ સપ્તમ અષ્ટમ ભવ અહીં જબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં કુરુદેશમાં હસ્તિનાપુરમાં શ્રીષેણ રાજા. તેની શ્રીમતી રાણી. તેણીએ એક સમયે રાત્રિના છેલ્લા પ્રહરમાં પૂર્ણ ચંદ્રને મુખમાં પ્રવેશતાં જોયે. અને સૂર્યોદય વેળાએ પતીને સ્વપ્નની વાત કહી. તે પછી રાજાએ સ્વપ્ન પાઠકે વડે નિર્ણય કર્યો કે સ્વપ્નનાં પ્રભાવથી દેવીને સમસ્ત શત્રઓ રૂપી અંધકારને નાશ કરનાર પુત્ર થશે.” અહીં અપરાજિતને જીવ આરણદેવકથી અવીને તેની કુક્ષીમાં અવતર્યો. અને ગર્ભકાળ પૂર્ણ થયે સર્વ લક્ષણેથી સંપૂર્ણ પુત્રને જન્મ આપ્યો. તેનું શંખ એવું નામ પિતાએ આપ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતા સર્વ કલાઓમાં પારગામી યૌવનાવસ્થા પામે. અહીં વિમલબોધનો જીવ શ્રીષેણ રાજાના મંત્રીને પુત્ર “મતિપ્રભ નામે થયો. અને તે બાલ્યકાળથી જ શંખકુમારને પ્રેમપાત્ર થ. કેઈક દિવસે પુત્કારકરતા લોકોએ આવીને શ્રી રાજાને જણાવ્યું. હે સ્વામી! આપના દેશની સીમામાં અત્યંત વિષમ વિશાળ શ્રૃંગ નામને પર્વત છે. તે ચન્દ્ર સમાન P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust