________________ 2 મિત્ર તારે ગણધર થશે. એમ સાંભળીને હષિત એવા તે બંને તે કેવલજ્ઞાનિ ભગવંતની સેવા કરતાં કેટલાંક દિવસ ત્યાં રહ્યા તે પછી મુનિ ભગવંત બીજે સ્થાનકે વિહાર કર્યો છતે તે બંને પણ સ્થાને સ્થાને ચૈત્યને વંદન કરતાં ફરવા લાગ્યા. અને આ બાજુ જનાનન્દપુરમાં જિતશત્રુરાજા તેની ધારિણી નામની પત્ની તેની કુક્ષીમાં રત્નવતીને જીવ અવતર્યો. અનુક્રમે પૂર્ણ માસે તે રાણીએ પુત્રીને જન્મ આ. શુભદિવસે તેનું પ્રિતિમતિ નામ આપ્યું. અનુક્રમે મોટી થઈ. તે પછી સર્વ કલાઓને ગ્રહણ કરી અને યૌવનાવસ્થા પ્રાપ્ત કરી. તે પછી પિતાએ વિચાર્યું જે હું આને જે કોઈ પણ વરની સાથે અને વિવાહ કરીશ તે આ મરી જશે. એમ વિચારી એકાંતમાં રાજાએ તેને પૂછયું. હે પુત્રી ! વરના વિષયમાં તારે શું મત છે? તેણે કહ્યું કે મને કલાઓમાં જીતશે તે મારે વર.” તેના વચનને રાજાએ પણ માન્યું. તેની આ પ્રતિજ્ઞા સર્વ ઠેકાણે પ્રસારિત થઈ. તે પછી રાજા અને રાજપુત્રે ઘણી કલાઓને અભ્યાસ કરવા લાગ્યા. - . : એક વાર જીતશત્રુ રાજાએ નગરની બહાર ઘણા મંચ કરાવ્યા. તે પછી સ્વયંવર માટે રાજા અને રાજપુત્રને આમંત્રિત કર્યા. ત્યારે ભૂચર અને ખેચર રાજાઓ પોતપોતાના કુમારેથી યુક્ત ત્યાં આવ્યા. એક હરિનન્દી પુત્ર વિયોગથી પીડિત હોવાથી ન આવ્યું. અહીં ફરતા-ફરતા દેવગથી અપરાજિત પિતાના મિત્રની સાથે ત્યાં આવ્યો. મંચની પાસે મને જોઈને તેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust