________________ 381 સુલસાનાગ શ્રેષ્ઠિના ઘરે મોટા થયા. કેકિલાની જેમ મેં કેઈપણ સંતાનનું લાલન-પાલન ન કર્યું. અને સ્તનપાન ન કરાવ્યું. હે કૃષ્ણ ! તે બાલક પાલનરૂપી કુતૂહલથી પુત્રને ઈચ્છું છું. તે પશુઓને પણ ધન્ય છે જે ખરેખર પતે સંતાનનું લાલન કરે છે. તે પછી “આ હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ.” એમ કહીને કૃષ્ણ ગયે. અને શકને સેનાપતિ હરિણગમેષિને અઠ્ઠમતપ વડે આરાધ્યું. તેણે પણ પ્રત્યક્ષ થઈને કહ્યું. તારી માતાને આઠમે પુત્ર થશે. તે મહાપુણ્યાત્મા ૌવનાવસ્થામાં આવતાં દીક્ષા લેશે. , તે સાંભળીને કેશવ હર્ષિત થયો. તે પછી તેના વચનથી દેવલથી ચ્યવીને મહર્ષિક દેવ દેવકીની કુક્ષિમાં આજે, સમયપૂર્ણ થયે પુત્ર થયે. ગજસુકુમાલ એ પ્રમાણે નામ આપ્યું. રૂપથી શ્રેષ્ઠ કૃષ્ણની જેમ તે દેવકુમાર સમાનને દેવકીએ પિતે ઘણું જ આનંદ વડે લાલના કરી. - તે ઘણે જ માતાને વલ્લભ અને ભાઈયોને પ્રાણ સદશ બને નેત્રને ચકારચંદ્રની જેમ અનુક્રમે યૌવનાવસ્થા પાપે. દુમનામના રાજાની પ્રભાવતી નામની કન્યાને પિતાએ ઘણું જ આગ્રહથી ગજસુકુમાલને પરણાવી. તેમજ સોમશર્મા બ્રાહ્મણની પુત્રી ક્ષત્રિયાણીથી ઉત્પન્ન થયેલી સમા નામની કન્યાને તેની ઈચ્છા ન હોવા છતાં માતા અને ભાઇના નિબંધથી પરણી. * અને ત્યારે ત્યાં શ્રી નેમિનાથ સહસાચલનમાં પધાર્યા. P.P. A unratnasvi M.S. અને