________________ 375 * આ સમયમાં ભય પામેલા પદમે દ્રૌપદીને વિજ્ઞાતિ કરી. હે દેવિ ! મારા અપરાધની ક્ષમા કર, ધમની જેમ આ કૃષ્ણથી મારી રક્ષા કર–રક્ષા કર એમ બેલતાં પોતાના શરણમાં આવેલા પદ્યને જોઈને તે બેલી. હે પદ્મ મને આગળ કરે ને અને સ્વયં સ્ત્રીવેષને ધારણ કરીને કૃષ્ણનું શરણ ગ્રહણ કર. તેમ કરીશ તે જીવીશ અને બીજા પ્રકાર વડે નહીં' જીવીશ એમ કહ્યું : તેણે પણ તેમ જ કર્યું અને કેશવના ચરણે પડ્યો. આ કણ? એમ કૃણે પૂછયું. દ્રૌપદી એ કહ્યું. જે આપનો અપરાધ કરનાર છે તે જ આ પઘરાજા. - ત્યારે અતિક્રોધ કરીને કૃષ્ણ બધે. રે રે નૃપાધમ ! સ્ત્રીવેષ લેવાથી છેડો છે. અરે લંપટ ! મારી કૃપાથીજી, પિતાના કુટુંબ ભેગો થા. તે પછી તે કેશવને નમીને દ્રૌપદીને અર્પણ કરીને પિતાના સ્થાને ગયે. કૃષ્ણ પણ જલદીથી રથ ઉપર ચઢીને દ્રૌપદી–પાંડવ સહિત તે જ માર્ગ વડે પાછો વળે. અને ત્યારે ચંપાપુરીમાં પૂર્ણભદ્ર ઉદ્યાનમાં શ્રી મુનિસુવ્રત જિનેશ્વર સમવસર્યા હતા. તે પર્ષદામાં બેઠેલા કપિલ વાસુદેવે કૃષ્ણ પુરેલા શખની વનિ સાંભળીને પ્રભુને પૂછયું : હે સ્વામી! મારા શંખનાદની જેમ ઘણું જ ચમત્કાર કરનારી આ શંખધ્વનિ કેની ? ત્યારે સ્વામીએ કહ્યું. જંબુદ્વિપના ભરતાઈને સ્વામી કૃષ્ણ નામને વાસુદેવ તેની આ શંખ વનિ છે. એમ ભગવંતે પણ દ્રૌપદી–પકૃષ્ણ અને પાંડવના વૃતાંતને કહ્યો. 1 Jun હું પકadha is *