________________ 351 આ પ્રમાણે મેટી અદ્ધિસહિત શ્રીમદ્ અરિષ્ટનેમિ આગળ મંગળ પાઠકેવડે મંગલ ભણતા રાજમાર્ગમાં ચાલ્યા. માર્ગમાં ઘર, દુકાન અને ઝરૂખામાં રહેલી નગરની સ્ત્રીઓએ પ્રેમથી આદ્ર આંખ મંગલ અક્ષતની જેમ નેમિકુમાર ઉપર નાંખી. પિરલોકેવડે પરસ્પર દર્શાવાતા અને હર્ષ સહિત વર્ણન કરાતા શ્રી નેમિ ઉગ્રસેનના ઘરની નજીકમાં આવ્યા. નેમીના આગમને તુમુલસ્વરવડે મેઘના ગજવાથી - મયૂરીની જેમ રાજીમતિ ગાઢ ઉત્કંઠાવાળી થઈ. હવે તેના ભાવને જાણનારી સખીઓએ તેને કહ્યું. હે સુન્દરી! તું ધન્ય છે. જેને હાથ નેમિકુમાર ગ્રહણ કરશે. હે કમલલચને જે પણ નેમિકુમાર આવે છે, તે પણ ઉત્સુકતાવાળી અમે તેને આવતે ગવાક્ષમાં રહીને જોઈએ. સખીઓ વડે પિતાના મનમાં રહેલા ભાવ કહેવાથી હર્ષિત તે પણ સખીઓથી પરિવાયેલી. સંભ્રમથી શીઘ્ર ગવાક્ષના પ્રતિ ચાલી. આ માલતી કુસુમથી ગુંથેલા કેશને ચંદમેઘની જેમ ધારણ કરતી, કાનના કર્ણ અલંકાર વડે સર્વને પરાભવ કરતી, મોતિયોથી યુક્ત કાનના કુંડળો વડે શુકતી પુટને પણ મહાત કરતી, પાકેલા બિમ્બફલેથી બિમ્બિકાની જેમ લાલ-લાલ અલકના રસથી રંગેલા હઠવાળી, ગળામાં સોનાની સાંકળ વડે સ્વર્ણ મુદ્રાથી મંડિત, શંખની સમાન કંઠની શોભાને ધારણ કરતી, કમલ તંતુથી યુક્ત ચકવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust