________________ 23 થયા. તે બને અને રત્નાવતીની સાથે ચિત્રગતિ' નંદીશ્વરાદિ મહાતીર્થોની યાત્રા કરે છે. એક વાર ચિત્રગતિને રાજ્ય ઉપર સ્થાપન કરીને સૂરચક્રિએ દીક્ષા ગ્રહણ કરીને પરમપદને પ્રાપ્ત કર્યું. ઘણી વિદ્યાઓને નિધાન ચિત્રગતિ પણ ઘણું વિદ્યાધરોના અધિપતિઓને સેવા કરતા પિતાની પ્રજાનું પાલન કરવા લાગ્યો. એકવાર મણિચૂડ નામને તેનો સામંત મૃત્યુ પામ્યો. તેના શશિ અને શૂર નામના પુત્રો રાજ્ય માટે યુદ્ધ કરવા લાગ્યા. તે બન્નેને તે રાજ્યના ભાગ પાડીને ચિત્રગતિ ચકીએ આપ્યા અને યુક્તિઓ દ્વારા અને ધર્મવચન દ્વારા સન્માર્ગમાં લગાડ્યા. તે પણ તે બને એક વાર પરસ્પર યુદ્ધ કરીને મર્યા. તે સાંભળીને ચિત્રગતિ વૈરાગ્યવાળો થયે. અને મનમાં વિચારવા લાગ્યો. અહો ! સંસારરૂપી વન મહા વિષમ છે જ્યાં પ્રાણીઓ દુઃખનો અનુભવ કરે છે. એમ વિચારીને રત્નાવતીના પુરદર નામના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય ઉપર સ્થાપના કરી નાના બંને ભાઈ અને રત્નવતીની સાથે ચિત્રગતિએ એ દમધર આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. ઘણા કાળ સુધી ચારિત્ર પાળીને પાદપગમન નામનું અનશન કરીને ચિત્રગતિ મહેન્દ્ર દેવલેકમાં મેટો દેવ થયે. નાનાબંને ભાઈઓ અને રતનવતી પણ ત્યાં જ દેવ થયા અને તે સર્વે પરસ્પર પ્રીતિવાળા થયા. ઈતિ તૃતીય ચતુથ લવ. પંચમ ષષ્ઠમભવ' અહીં પશ્ચિમવિદેહમાં પદ્મ નામની વિજયમાં સિંહપુર - નગર છે. ત્યાં રાજા હરિનંદી અને તેની રાણું પ્રિયદર્શના. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust