________________ 28% કરનારી કૃષ્ણની ભેરી વગાડી. કે આ ભેરી વગાડી એમ શ્રુભિત કૃણે પૂછયું. પરિવારે કહ્યું. પ્રદ્યુમ્ન વગાડી ત્યારે હરિએ હસીને મનમાં વિચાર્યું નિશ્ચયથી આણે આજે સત્યભામાને ઠગી. કારણ કે શેક્યને પુત્ર દશ શેકોની ઉપમાવાળો હોય છે. કિંચિત ભયસહિત સ્ત્રી સંગ કરવાથી સત્યભામાને ભીરૂ પુત્ર થશે. ખરેખર ભવિતવ્યતા અન્યથા થતી નથી. અને સવારના રુકિમણુના ભવનમાં ગયેલા જનાર્દને તે દિવ્ય હારવડે વિભૂષિત જાંબવતીને જોઈ નિનિમેષ જેતા કૃષ્ણને જાંબવતીએ કહ્યું. સ્વામી ! કેમ આ પ્રમાણે મને જુઓ છો? હું તે જ તમારી પત્ની છું. કૃણે કહ્યું. ખરેખર આ દિવ્ય હાર તારી પાસે ક્યાંથી? તેણીએ કહ્યું—“આપની કૃપાથી ! શું તમે કરેલું જાણતા નથી ? - તે પછી તેણીએ સિંહસ્વપ્નની વાત કહી. ત્યારે કૃષ્ણ કહ્યું. દેવી ! તારે પ્રદ્યુમ્ન જેવો પુત્ર થશે. એમ કહીને કેશવ ગયે. હવે જાંબવતી પૂર્ણમાસ થયે ઉત્તમ સમયમાં સિંહની જે અદ્વૈતબળધારી શાંબ નામના પુત્રને જન્મ આપે. , સારથીને જયસેન અને દારુક, મંત્રીને સુબુદ્ધિ આ પુત્રે શાબની સાથે થયા. સત્યભામાને ભાવુક નામને પુત્ર થયે. અને ગર્ભાધાન અનુસારથી ભીરુ આ નામને બીજે પુત્ર થયો. બીજી પણ કૃષ્ણની પત્નીઓને મહાબલશાળી પુત્ર ભદ્ર હાથીના બાળકની જેવા થયા. સારથી મંત્રી પુત્રની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust