________________ 2i70 છે ત્યારે પ્રદ્યુમ્ન પણ કહ્યું. તે પરીક્ષા કરીને ઘોડાને ગ્રહણ કર, અન્યથા નિરપરાધી પણ મને રાજદંડ થાય. હવે ભાનક તે ઘોડાની પરીક્ષા માટે તેના ઉપર બેઠે. તે ઘોડાએ વેગ વડે નાચતા તેને પૃથ્વી ઉપર પાડ્યો પછી ઘેટા ઉપર બેસીને પ્રદ્યુમ્ન નગરના લેક વડે હસાતે વસુદેવની સભામાં આવ્યું. અને ત્યાં રહેલા સર્વે રાજા અને અમાત્યાદિઓને પણ હસાવ્યા. - તે પછી પ્રદ્યુમ્ન બ્રાહ્મણરૂપવાળે થયો અને મનહર સ્વર વડે વેદને ભણતે દ્વારકામાં પ્રવેશ કર્યો. ચારે બાજુ ત્રણ રસ્તા, ચાર રસ્તા આદિમાં ભમતા તેણે સત્યભામાની દાસી કુજાને જોઈ. અને તેને વિદ્યા વડે જદો તેને નેત્રની વેલની જેમ સરલ અંગવાળી કરી. ત્યારે તેણે ચરણમાં પડીને કહ્યું, તમે કયાં ચાલ્યા. પ્રઘને પણ કહ્યું. જ્યાં ભેજન ઈચ્છાપૂર્વક મળે ત્યાં જાઉં છું. ફરી તેણે કહ્યું. તે મારી સ્વામીની સત્યભામાના ઘરે આવે. ત્યાં પુત્રના વિવાહ માટે તૈયાર કરેલા મેદકાદિ તને ઈચ્છાનુસાર આપીશ. તે પછી પ્રદ્યુમ્ન પણ તેની સાથે સત્યભામાના ઘરે ગયો. તે દાસી તેને તેરણદ્વાર ઉપર મુકીને પોતાની સ્વામીની પાસે ગઈ - તું કોણ છે? એમ સત્યભામા વડે પૂછાયું. તે બોલી તે જ કુંજ છું. ફરી પણ સત્યભામાં કહ્યું. તેણે તને સરલ કરી છે. ત્યારે દાસીએ બ્રાહ્મણને વૃત્તાંત કહ્યો. સત્યભામાએ કહ્યું તે વિપ્ર ક્યાં છે? .P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust