________________ 12 પણ રાજાને કહ્યું, “હે રાજનતમારો પુત્ર ધન આ ભવથી નવમાં ભવે આ ભરતક્ષેત્રમાં યદુવંશમાં બાવીસમાં તીર્થંકર શ્રી અરિષ્ટ નેમિનામથી થશે. આ પ્રમાણે મુનિ ભગવંતના વચન સાંભળીને તે સર્વે હર્ષિત થયા. અને સર્વને જિનધર્મ પ્રત્યે તીવ્રતર ભાવ થયો. [ અર્થાત્ સવે જિનધર્મ પ્રત્યે તીવ્ર અનુરાગવાળા થયા તે પછી વિક્રમધન ને મુનિભગવંતને નમસ્કાર કરીને ધનાદિની સાથે પિતાના ઘરે ગયા. અને મુનિ ભગવંતે અન્ય સ્થાને વિહાર કર્યો. અનેક પ્રકારના વિનોદ કરવા દ્વારા અનેક કીડાઓ કરીને ધનકુમાર ધનવતીની સાથે હુગક દેવની જેમ સંસારિક સુખ ભોગવે છે. ' એક વાર ધનવતીની સાથે સ્નાન કીડા કરવા માટે કીડા સરોવરમાં ગયો. ત્યાં અશોક વૃક્ષની નીચે તૃષાથી મૂર્શિત અને તાપથી પીડિત કેઈ એક પડેલા મુનિને ધનવતી એ પતીને દેખાડ્યા. તે બંને દંપતિ દ્વારા ઉપચાર કરીને તે મુનિભગવંતને સ્વસ્થ કર્યો. તે પછી સ્વસ્થ મુનિને નમીને ધન બોલ્યો, આજ મારા ભાગ્ય ફળ્યા. જે મરૂભૂમિમાં કલ્પવૃક્ષની જેમ મને આપ મળ્યા. પરંતુ હે મુનિ પુગવ! [મુનિઓમાં શ્રેષ્ઠ] આપની આવી અવસ્થા કેમ થઈ ! જે આપશ્રીને કષ્ટ ન થાય તે કહે ! સાધુ ભગવંત બોલ્યા, “હે રાજન ! પરમાર્થથી તે કષ્ટ આ સંસારવાસમાં છે. આ વિહારથી ઉત્પન્ન થયેલ કષ્ટ તે શુભ કલ્યાણને માટે છે. મુનિચંદ્ર નામે ગુરૂ ભગવંતની સાથે અને ઘણું મુનિ ભગવંતે સહિત વિહારમાં નીકળ્યું હતું. ત્યાં સાર્થથી ભૂલે પડીને દિગમૂહ-દિશાની ભ્રાંતિવાળે થવાથી ભમતે અહીં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust