________________ 135 છે. ભાગ્ય વિપરીત હોતે છતે પુરૂષાર્થ શું કરે? તેથી નલદવદન્તીને હાથ પકડીને તેની સાથેના પાણગ્રહણના ઉત્સવનું સ્મરણ કરાવતાની જેમ ભમ્યા. દવદન્તી ઘાસનાં કાંટાઓથી વિંધાયેલા ચરણથી ઝરતા લેહીના બિન્દુઓના સમૂહથી અરણ્યની પૃથ્વીને ઈન્દ્રગેપ જેથી વ્યાપ્તની જેમ કરી. પૂર્વમાં પટ્ટબન્ધ તેના મસ્તકે હતે. તે ફાડી નલે પિતાના વસ્ત્રના ટુકડા-ટુકડા કરીને તેના પગમાં પટ્ટબધન કર્યો. અને જ્યારે દવદન્તા થાકતે છતે ઝાડની નીચે બેઠી ત્યારે નલ પહેરેલા વસ્ત્રને પ કરીને પવન નાખતું હતું અને પલાશપત્ર વડે પાણી લાવીને પિંજરામાં રહેલી સારિકાની જેમ તેને પીવડાવતે હતો. ર - - - - . તે પછી દવદનતીએ પૂછયું. “હજી આ અટવી કેટલી છે. અહી રહેતાં બે ટુકડા થવાની જેમ મારું હૃદય કંપે છે. નલ પણ કહેવા લાગ્યું. હે પ્રિયે ! આ અટવી સો જન જેટલી છે. એમાં પાંચ જજન આપણે આવ્યા છીએ. તેથી મનમાં ધીરજ લાવ. એમ તે મહાવનમાં વાત કરતા જતાં તેઓને સંપત્તિની અનિયંતાં કહેવાની જેમ સૂર્ય અસ્ત થયે. . . . . . . . . . ' હવે દવદન્તી થાકી છે એમ વિચારીને અશોક પત્રોને છેદીને તેના માટે નલે શય્યા બનાવી. પ્રિયાને કહ્યું”હે દેવી ! સુઈને શય્યાને પાવન કરો. નિદ્રાને સમય દુઃખને ભૂલવા માટે મિત્ર છે. દવદન્તીએ કહ્યું કે દેવ! પશ્ચિમ દિશામાં પાસે જ કોઈનો વાસ હોય એમ માનું છું. તેથી ત્યાં વિશ્વાસનું કારણ છે. ગાયને અવાજ કર્ણધરી સાંભળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust