________________ (74) શ્રી મુનિપતિ ચરિત્ર. હે બંધ! તું હારા અને પુરોહિતના પુત્ર પાસે સાધુઓને ઉપસર્ગ કરાવે છે, તે ધિક્કાર છે હૃારી રાજ્યનીતિને ! બંધુરૂપ મુનિનાં આવાં ભયંકર વચન સાંભળી મુનિચંદ્રે કહ્યું -“હે મહામુને ! હારે પુત્ર હવે પછી આવો અપરાધ કરશે નહીં, માટે ક્ષમા કરે.” તેવારે મુનિએ કહ્યું-“જે તે બન્ને પુત્ર દિક્ષા ગ્રહણ કરે તેજ હું તેઓને સાજ કરીશ, નહિં તે નહીં. તેથી રાજાએ ઘરે જઈને તે વાત બન્ને પુત્રોને કહી, અને કહ્યું કે, “જે તમે દિક્ષા ગ્રહણ કરશે તોજ તમને સાજા કરશે. તે વાત બન્ને પુત્રોએ અંગિકાર કરવાથી મુનિએ રાજભવનમાં જઈને તેમને સાજા કર્યા. પછી બને દિક્ષા આપીને પોતાના શિષ્ય બનાવ્યા. હવે રાજાને પુત્ર સુખે મન, વચન, અને કોયાએ કરીને ભાવયુક્ત પંચમહાવ્રત પાળવા લાગ્યું, અને પુરોહિતનો પુત્ર પિતાના મનમાં એમ ચિંતવન કરતે કે સાધુના ધર્મમાં ન્હાવું નહીં, ધોવું નહીં, શરીર મલીન રાખવું, કેશ, નખ, પ્રમુખને ઉતારવા નહીં; માટે બ્રાહ્મણનો ધર્મ શુદ્ધ છે. એમ સર્વ સાધુઓના ધર્મની દુગચ્છા કરતો કરતો ચારિત્ર પાળવા લાગ્યો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust