________________ = = = = = - શ્રી મુનિપતિ ચરિત્ર. (39), તાએ કહ્યું-“તું વનમાં ક્રિડા કરવા ગયે હતે, ત્યાં તેને હારી પ્રિયા મળી હતી. જ્યારે તેં તેણીને મારી, ત્યારે તે રૂદન કરતી કરતી ઘરે આવીને મને કહેવા લાગી કે –હે પ્રાણનાથ! મૃત્યુલેકમાં ક્રિડા કરવા ગઈ હતી, ત્યાં બ્રહ્મદત્તચક્રવર્તિએ મને ચાબકથી મારીને મહા: રા શિળવ્રતનો ભંગ કરવા માંડ્યા; તેથી હું : નાશીને તમારી પાસે આવતી રહી છું” એમ કહીને તેણીએ મને ઘા દેખાડ્યા. પછી ક્રોધાતુર થયેલ હું તને મારવાને માટે આંહી આ વ્યા, તે વખતે વનમાં થયેલી વાત હારી સ્ત્રીને કહેતો હતો, તે સાંભળીને હું પ્રસન્ન થયો છું.” તેવારે રાજાએ કહ્યું –“તમારા દર્શનથી મને સર્વ પ્રાપ્ત થયું છે, તો પછી હું શું વરદાન માગું.” નાગદેવતાએ કહ્યું- ત્યારી ઈચ્છા હોય તે માગ! એ ઉપરથી રાજાએ “હું સર્વ પ્રાણિઓ ની ભાષા સમજી શકું” એવું વરદાન માગ્યું. નાગદેવતાએ કહ્યું-“એમજ થાઓ. પરંતુ તું કયારે પણ કોઈ જીવની ભાષાની વાત બીજ પાસે પ્રકાશિત કરીશ તે તત્કાળ મૃત્યુ પામીશ.” એમ કહીને તે નાગદેવ પોતાને સ્થાનકે ગયે, અને રાજા પણ પોતાના વાસભુવન પ્રત્યે આવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust