________________ ( 34) શ્રી મુનિપતિ ચરિત્ર, ચાલ્યો. રસ્તામાં કોઈ દેવ તેને ચલાવવા માટે સાધુનું રૂપ ધારણ કરી મત્સ ગ્રહણ કરતા હતા, તેને જોઈને શ્રેણિક રાજાયે સાધુને પૂછયુંસાધુ! તમે આ શું કરો છો ? સાધુયે ઉત્તર ! આપ્યો-“હે મહાનુભાગ ! આ મસ્ય વેચીને તેની હારે એક કામળ લેવી છે. રાજાયે સાધુને મત્સ્ય ગ્રહણ કરતાં નિવૃત્ત કરી તેને એક કામળ આપી તે આગળ ચાલ્યો; તેવામાં તેણે ચાટા વચ્ચે એક ગર્ભવંતી સાવિને જોઇ “આથી જિનસાશનની નિંદા થશે.” એમ વિચાર કરી સાવિને પિતાને ત્યાં ગુપ્તપણે રાખી, સાધુને તથા સાધવને આ પ્રકારનાં કુકર્મ કરતાં જોયાં, તેપણ પેતે જિનશાસનથી ચળાયમાન થયા નહીં; તેથી તેની પરિક્ષા કરનાર દેવ પ્રગટ થઇને નમસ્કાર કરીને શ્રેણિક રાજા પ્રત્યે કહેવા લાગ્યો-હે જનાધિપ! તને જિનશાસનથી ચલાયમાન કરવાને માટે મેં આ પ્રકારનો પ્રયત્ન કર્યો હતો છતાં તું ધર્મથી ભ્રષ્ટ થયો નથી, માટે તને ધન્ય છે એમ કહીને તે દેવતાયે શ્રેણિક રાજાને એક મહા મૂયવાળે રત્નજડિત્ર હાર અને બે ગળા આપ્યા. વળી કહ્યું કે-“હે રાજન ! દિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust