________________ (110) શ્રી નિપતિ ચરિત્ર. પોપટ મહા ભય પામવા લાગ્યો. પછી વજનિર્ભયપણે પેલા પુરૂષની સાથે ક્રિડા કરવા લાગી. એકદા કેઈ બે સાધુઓ ગોચરીને અર્થે નગરમાં ફરતા ફરતા વજાના ઘર આગળ આ વી ચડ્યા, તેણીના ઘરમાં પ્રવેશ કરતાં કૂકડાને જઈ એક સાધુએ બીજા સાધુપ્રત્યે કહ્યું –“આ કૂકડે સુલક્ષણવાળે છે, માટે જે કઈ માણસ એના મસ્તકનું માંસ ખાય તો તે થોડા દિવસની અંદર રાજ્યલક્ષ્મિ પ્રાપ્ત કરે, પરંતુ આ વાત આપણે કોઈને કહેવા જેવી નથી. આ પ્રમાણે વાર્તા કરતા એવા તે બન્ને મુનિઓ આહાર વહેરીને પિતાને સ્થાનકે ગયા. * હવે જારપુરૂષ પુષ્પબટુકે ગુપ્ત રીતે મુનિ એ કરેલી વાત સાંભળેલી હોવાથી તે વજાને કહેવા લાગ્યા કે –“જે તું મ્હારી સાથે દીર્વકાળસુધી ભેગ ભેગવાની ઈચ્છા કરતી હોય, તે આ કૂકડાને મારી તેના માંસનું મને ભેજન કરાવ્ય.” આવાં વચન સાંભળી વિષયમાં લેલુપ થવાથી નિર્દય બનેલી વજાએ તરત કૃકડાને મારી તેનું માંસ જારને માટે તૈયાર કર્યું. એવામાં નિશાળે ગયેલે શેઠને પુત્ર સાગરદત્ત આવી પહે, તે ક્ષુધાથી વ્યાકૂળ થયેલો છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust