________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (107) આણી બન્ને જણીઓને ખવરાવી, એટલે પ્રથમ મૃગલી (હરિણી) એ વમન કર્યું, પણ તેમાં તૃણુકરે વિના બીજું કાંઈ નિકળ્યું નહીં. પછી શિયાણીએ વમન કર્યું, તેમાંથી તે તરતના ભક્ષણ કરેલા સિંહણના બાળકના આ સ્થિના કડકા તથા માંસ નિકળ્યું તે જોઈને ક્રોધાતુર થયેલી સિંહણે શિયાલણીને મારી નાંખી. તેમ હે શ્રેષ્ટિન! તમે પણ વિવેકબુદ્ધિથી વિચાર કરીને પછી મને ઠબક આપો. મુનિપતિસાધુએ આ પ્રમાણે કહીને કુંચિકને બહુ સમજાવ્યો, છતાં તેને એમજ કહેવા લાગ્યો કે-હે મુનિ ! મેં તમારે જે ઉપકાર કર્યો હતો. તે તમે ધ્યાનમાં લેતા નથી; માટે તમે ભખથી ખેદ પામતા એવા સદન નામના સિંહના સરખા દેખાઓ છે. સાંભળે તેની કથા - | હેમવંતપર્વતની પાસે તાપસનો એક આશ્રમ હતો, તેની પાસે પર્વતની ગુફામાં એક વનચારી (વનમાં ફરનારે) પુરૂષ રહેતો હતો. તે પુરૂષ તાપસના સંગથી દયાવંત સ્વભાવને થયો હતો. એકદા ક્ષુધાથી પીડા પામતો એવો કેઈએક સિંહ તે ગુફા પાસે આવ્યા, તેને જે ઈને દયાવંત સ્વભાવવાળા વનચારીપુરૂષે તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust