________________ ધનાશાલી ભદ્રને રાસ ( શાસ્ત્રી) 1-0-- (67) * પાંચ ધાવમાતાએ પાલન કરાતાં, બન્ને સતાને કમે વૃદ્ધિ પામ્યાં. જેમ જેમ કુમાર, કુમારી, મન મન અક્ષરે બોલવા લાગ્યાં, અવ્યક્તપણે હસવા લાગ્યાં, અને અસ્થિરપણે પગ સ્થાપન કરતાં શીખતાં ગયાં, તેમ તેમ ચદ્રને દેખીને જેવી રીતે સમુદ્રમાં પાણીનાં મોજાં ઉછળે છે, તેવી રીતે, માતપિતાના હૃદયમાં હર્ષના તરંગો ઉછળવા લાગ્યાં. એક હાથથી બીજાના હાથમાં ફરતાં આ બાળકે કમે શિશુવય પામ્યાં. વિદ્યા ગ્રહણ કરવાને લાયક થયાં જાણું, શસ, શાસાદિ વ્યવહારકળામાં નિપુણ ઉપાધ્યાયને બને બાળકો સોંપવામાં આવ્યાં. . ખરી વાત છે કે વિદ્યા એજ મનુષ્યનું પરમ ભૂષણ છે. ખરૂં દૈવતજ વિદ્યા છે. વિદ્યાથી જ મનમાં મનુષ્યપણું આવે છે. વિદ્યા વિનાનાં મનુષ્ય, મનુષ્યરૂપે પશુ સમાન છે. વિદ્યાથી બને ભવ સુખમય થાય છે. સિંહ જેવી હિંસક જાતિને પણ કેળવવાથી હિંસક સ્વભાવને ત્યાગ કરી, સાત્વિક સ્વભાવ ધારણ કરે છે. તે મનુષ્યને કેળવવાથી તેનો ખરે માનવસ્વભાવ પ્રકટ થાય તેમાં આશ્ચર્ય શાનું? જે માતા, પિતાએ પોતાનાં પુત્ર, પુત્રીઓને વ્યવહારિક તેમજ આત્મિક ઉશતિ થાય તેવું શિક્ષણ નથી આપ્યું, તે માતા, પિતા, માતા પિતા એવા નામને પણ લાયક નથી. તેઓ પિતાનાં સંતાનના ખરા શત્રુઓ છે. તે ત્રિ, પુત્રીઓ અવિવેકા થા, વિનયહીન બની, અવળે રસ્ત રાય, અકા કરી અધોગતિમાં જય, ધાર્મિક તેમજ વ્યવહારિક માર્ગથી વિમુખ થાય, તેનું મૂળ કારણ " બાળપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust