________________ અહત નિતિ ગુજરાતી ટીકા સાથે. રૂ. 1-8-0 ( 131 પૂર્ણ શ્રદ્ધાન હોવું જોઈએ. પિતાના મન, વચન, અને શરીર તેને અર્પણ કરી દેવા જોઈએ. અર્થાત્ આ ત્રણે મનાદિ ભેગને તેમના કહ્યામુજબ ચલાવવાં જોઈએ. - જ્યારે દેવે પૂર્ણ પરમશાંતિમાં વિશ્રાંતિ લીધી હોય અને ર્થાત્ આ દેહ ત્યાગ કરી, નિર્વાણ સ્થિતિમાં જઈ વસ્યા હોય. એ અવસરે તેમના બતાવેલ માર્ગે ચાલનાર ગુરૂઓને આશ્રય, (પરમશાંતિ માર્ગના પથિકોએ) લેવો જોઈએ. આ ગુણ્વર્ગ. પણ પરમશાંતિના માર્ગમાં ચાલનાર, છે કે નહિં? આગળ ચાલે છે કે નહિં! ગુર, નામધારક છે કે, સાર્થક નામ ધારક ગુણથી ગુરૂ છે. ! વિગેરે બાબતને અવશ્ય નિર્ણય કરે જોઇએ. તે સિવાય નામધારી ગુરૂઓનો આશ્રય કરવાથી, આશ્રિતને તેઓ ઈચ્છિતમાગે પહોંચાડી શકતા નથી. પણ ઉલટા અધઃપતન કે ઉન્માર્ગ ગમન કરાવે છે. : પરમશાંતિના માર્ગમાં ગુણવાન ગુરૂની અવશ્ય જરૂર છે કે તેમની મદદથી થોડા વખતમાં ઘણું આગળ વધી શકાય છે. પરમશાંતિનો શેડો અનુભવ તો અહીજ થાય છે. અને છેવટે તે નિર્વાણ પદ સુધી પણ પહોંચી શકે છે. માટે આવા ઉત્તમ ગુઓને આશ્રય કરે અને તેમના ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી. * આ ગુરૂ, પરમ ત્યાગી, જ્ઞાનવાન, સભાસત્યને વિવેકી, શાંત રસમાં ઝીલનાર, દયાળું અને બોલે તે મુજબ ચાલનાર હોવો જોઈએ. કિયામાર્ગમાં મદદ કરનારની આવશ્યકતા જણાવી હવે ક્રિયામાર્ગ બતાવવામાં આવે છે. સંયમ અને તપ આ બે ક્રિયામાર્ગ છે. જ્ઞાન સાથે હોવું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust