________________ (24) શાંતીજીનતુ ચરીત્ર 0-6-0 તે સ્થળેથી પણ તને પાછી પકડી લાવીશ. માટે તારે આ રાજમહેલ મૂકી કેઈ પણ સ્થળે જવું નહિં. તેમ ભય પણ ન રાખવે. હું તારું રક્ષણ કરીશ. અને તારી સર્વ ચિંતા પણ હુંજ કરીશ. " આ પ્રમાણે જણાવી તે રાક્ષસે મને અહી રોકી છે. દિવસે તે કોઈ સ્થળે જાય છે, રાત્રીએ પાછો આવે છે. આ પ્રમાણે મારા દિવસો અહી નિર્ગમન થાય છે. " વિજયચંદ્ર કહે છે. “હે વટેમાર્ગ આ ઈતિહાસ સાંભળી મેં વિજયા રાણીને કહ્યું કે, હે ભોજાઈ ! જે તું આ રાક્ષસનું કાંઈપણ મર્મસ્થાન (ગુઘવાત) જાણતી હોય તે તે કહી બતાવ કે જેથી તે રાક્ષસને જીતી, રાજ્ય અને મારા ભાઈ નું વેર હું વાળું !" વિજયા રાણીએ જણાવ્યું કે " જ્યારે આ રાક્ષસ સૂએ છે, ત્યારે જે તેના પગનાં તલિયાં ધીથી મર્દન ( ઘસવામાં ) કરવામાં આવે તે તે ઘણા વખત પર્યંત અચેતનની માફક મહા નિદ્રામાં પડી રહે છે. એ અવસર તમારામાં જે શકિત હોય તે ફેરવવી જોઈએ. તેજ રાક્ષસને સ્વાધીન કરી શકશો, પણ તેમાં વિશેષ એટલે છે કે, સ્ત્રીના હાથવતી મર્દન કરવાથી તેને નિદ્રા આવતી નથી, પણ પુરૂષના હાથવતી મસલવામાં આવે તેજ નિદ્રા આવે છે તેમજ પગને અત્યંગન કર્યા પહેલાં જ તેને માલમ પડે કે, આ પુરૂષ છે, તે તે પાદ મૃક્ષણ ન આપે, એટલું જ નહિ પણ પાદપ્રક્ષણ કરનારને મારી પણ નાંખે. ( આ પ્રમાણે મારા બંધુની પત્નીનું કહેલું શહેર ઉજજડ થવા વિગેરેનું વૃત્તાંત સાંભળી કેઈ પણ તેવા ઉત્તમ સહાયકની શોધમાં હું ફરતું હતું. એટલામાં હે ભાઈ અકસ્માત્ મને તારું દર્શન થયું છે, તે જ હું ઉત્તમ નર! તું મને સહાસ્ય કર P.P. Ac. Gunratnasuri M.S.