________________ ( 200 ) કારીગર મજુરના કરાર તેડવા બાબતને 0-2-6 * રાજા પહેલાં પણ મરકીનું કારણ જાણવા ઉત્સુક હતો. તેમાં આ પ્રમાણે કનકવતીનું કહેવું સાંભળી તેને મોટું આશ્ચર્ય લાગ્યું. તે વિચારમાં પડે. અહા ! આ કેવી વાત ! મારા નિર્મળ કુળમાં પણ આવું કલંક ! શું મલયાસુંદરીજ રાક્ષસી છે ? અને તે જ મરકી ઉત્પન્ન કરે છે ? આ વાતને સંભવ થે પણ અશકય છે. ત્યારે શું આ સ્ત્રી અસત્ય બોલે છે ? છે તેમ કરવામાં તેને શું સ્વાર્થ હશે ? અથવા આજે રાત્રિએ જ જેમ હશે તેમ જણાઈ આવશે. આ પ્રમાણે વિચાર કરતા, અને ચિંતાથી લાનિ પામેલા રાજાએ કનકવતીને જણાવ્યું. - શુભે ! આ વાત તારે કંઈને કહેવી નહિ, પણ ગુજ રાખવી. નહિ તર મારા કુળને મોટું કલંક લાગશે. સત્ય શું છે તે સર્વે હું આજે નિર્ણય કરીશ અને પછી જેમ રેગ્ય જણાશે તેમ કરીશ. * કનકવતી–મહારાજ ! હું તેવી અજ્ઞાન નથી, એકાંતમાં આવી આપને જણાવવાનું કારણ આ છે કે, કેઈપણ પ્રકારે આપના કુળને કલંક ન લાગે અને કાર્યની સિદ્ધિ પણ થઈ આવે. - રાજાએ સત્કાર કરી તેને વિસર્જન કરી. ઘેર આવી, રાક્ષસીને લાયક, જે જે ઉપયોગી વસ્તુ જોઈએ તે સર્વે તેણે તૈયાર કરીને તે સર્વ વસ્તુ સાથે લઈ રાત્રિએ મલયાસુંદરીની પાસે આવી. મલયાસુંદરીને જણાવ્યું. પુત્રી ! તારે તે મહેલની અંદરજ રહેવું. હું રાક્ષસીને દૂર કરી અંદર ન આવું ત્યાં સુધી તારે બીલકુલ બહાર ને આવવું. નહિતર મટે અનંથ થશે. ઈ. ત્યાદી શિક્ષા આપી, તે બહાર આવી, નગ્ન થઈ રાક્ષસીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust