________________ મુંબાઇ ફેજદારી ફેસલા ૧૮૮૯થી૧૮૬સુધી 2-8-0 (171) - દુધ પીઈને તે સર્પ જ્યારે શાંત થયે, ત્યારે રાજાએ તે સપ લાવનાર ગારૂડીને બોલાવીને કહ્યું. અરે ગારૂડીક ! આ સર્પરાજને તમે જે સ્થાનેથી લાવ્યા છે, તેજ સ્થાનકે, તેને જરા માત્ર દુઃખ ન થાય તેવી રીતે પાછા લઈ જઈને મૂકી આવે. જે આ નાગરાજને જરામાત્ર દુઃખ થશે તે હું તમને દેહાંતદંડ આપીશ. રાજાને આ દેશ થતાંજ ગારૂએ તે સપને ઉપાડી, જે સ્થળેથી લાવ્યા હતા તેજ સ્થળે પાછે યતનાપૂર્વક મૂકી દીધે, અને પાછા આવી રાજાને તે વાત જણાવી. રાજ મલયાસુંદરીને પૂછે છે. શુભે ! પ્રથમ તું પુરુષરૂપે હતી અને હમણાં અમારા સર્વના દેખતાં સ્ત્રીરૂપે થઈ છું. તે આમ થવામાં ખરો પરમાર્થ શું છે? તેમજ આવા સુંદરરૂપને ધારણ કરતી તું પોતે કોણ છે ? આ વૃત્તાંત અમને જણાવ, જેથી અમારા સર્વના મતને શાંતિ થાય. - મલયાસુંદરી વિચારમાં પડી, આગળ પણ મારા સ્વામીના નિકયુત ( થુંક) થી મારું સ્વાભાવિક રૂ૫ થયું હતું, અને હમણાં આ સપના નિયુતથી મારું સ્વાભાવિકરૂપ થયું, તેમજ હાર પણ આ સપના મુખમાંથી નીકળે તે શું મારા સ્વામીનાથેજ સપનું રૂપ ધારણ કર્યું હશે ? તત્વ રીતે તે વાત સં. ભવી શકે તેમ છે. પણ આમ થવાને ખરો પરમાર્થ હું કાંઈ જાણતી નથી. તે હવે હું મારી સાચી વાત રાજાને જણાવું તે શી હરક્ત છે ? કાંઈ નહિ. ઈત્યાદિ નિર્ણય કરી મલયાસુંદરીએ જણાવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust